રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આતંકવાદ વિરોધી દિવસ મનાવાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે આતંકવાદી વિરોધી દિવસ મનાવવામાં આવ્યો. આ પ્રસંગે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈને ડીઆરએમ ઓફિસના પ્રાંગણમાં તમામ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને દરેક પ્રકારની હિંસા અને આતંકવાદનો મજબૂતપણે વિરોધ કરવા માટેની શપથ લેવડાવી હતી. તેમણે બધા વર્ગો વચ્ચે શાંતિ અને સદ્ભાવના સ્થાપિત કરવા માટેનો પણ સંકલ્પ લેવડાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ડીઆરએમ શ્રી જૈને શપથ અપાવી હતી કે અમે ભારતવાસી આપણાં દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દૃઢ વિશ્ર્વાસ કરીએ છીએ અને સંપૂર્ણ રીતે વચન આપીએ છીએ કે અમે બધા પ્રકારના આતંકવાદ અને હિંસાનો વિરોધ કરીએ છીએ. અમે માનવ જાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદ્ભાવ અને સૂઝબૂઝ સ્થાપવા માટે અને માનવ જીવનના મૂલ્યોને જોખમ પહોંચાડવા વાડી તમામ પ્રકારની વિઘટનકારી શક્તિઓથી લડવાની શપથ લઈએ છીએ.

Read About Weather here

આ પ્રસંગે સિનિયર ડીસીએમ અભિનવ જેફ, સહાયક કાર્મિક અધિકારી અનિલ શર્મા, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ હાજર હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here