રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ફરી મગફળીની મબલક આવક શરૂ થવા પામી છે. આજે ફરી મગફળી આવક શરૂ કરતા સાથે યાર્ડની બહાર વહેલી સવારથી લગભગ 1000થી વધુ વાહનોની કતાર લાગી હતી. જેમાં આજે 90,000 ગુણી મગફળીની આવક થવા પામી છે. ખુલ્લા બજારમાં પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતો ટેકાના ભાવે હાલમાં મગફળી વહેંચવાનું ટાળી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ બેડી માર્કેટ યાર્ડ એ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. આજે રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે મગફળીની આવક શરૂ કરવા જાહેરાત કરતા સાથે વહેલી સવારથી ખેડૂતો પોતાના વાહનમાં મગફળી વહેંચવા માટે આવી પહોંચ્યા હતા જેમાં આજે સવારથી જ એક હજારથી વધારે વાહનોની લાંબી લાઇનો યાર્ડની બહાર લાગી હતી.
Read About Weather here
આજે મગફળીની આવક શરૂ થતા 90,000 ગુણીની આવક થવા પામી છે. જેની હરાજી પણ રાબેતા મુજબ 9 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે , આજે મગફળીની હરાજીમાં 1100થી શરૂ કરી સારી મગફળીના 1325 સુધી ભાવ ખેડૂતોને મળ્યા છે. જો કે બીજી તરફ લાભપાંચમ થી શરૂ થયેલ ટેકાના ભાવની ખરીદીમાં ક્યાંક નહિવત પ્રમાણ ખેડૂતો ભાગ લઇ રહ્યા છે જેનું કારણ ખુલ્લા બજારમાં પૂરતા ભાવ મળી રહેતા હોવાનું સામે આવી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here