રાજકોટ : મેયરના વોર્ડમાં કાચા રસ્તાઓ પાકા ક્યારે બનશે?

રાજકોટ
રાજકોટ

રાજકોટ : વોર્ડનં. 12ને ફાળવેલ ઇન્ડોર સ્ટેડીયમ નવા વિકસતા વિસ્તારમાં થાય તેવી માંગ: મવડી ચોકડીથી આગળ ડામર રોડના કોઈ નેઠા નથી

Subscribe Saurashtra Kranti here

શહેરમાં ગઈકાલે એટલે કે મંગળવારે 2291.24 કરોડના બજેટને મંજુરીની મહોર લાગી છે. આ નવા બજેટમાં અનેક વિકાસના કામોનો સમાવેશ થાય છે. રાજકોટ મનપા દ્વારા અવનવી યોજનાઓ શહેરીજનો માટે લાવ્યા છે અને લોકો દ્વારા તેને આવકાર મળશે. એવો વિશ્વાસ છે. પણ અમુક કામો એટલા ગોકળ ગતિએ થતા હોવાથી શહેરીજનો ત્રાસી ગયા છે. તેજ રીતે રાજકોટ મનપાના વોર્ડનં. 12માં વિજેતા થઇ પ્રદીપ ડવ રાજકોટના નવનિયુક્ત મેયર બન્યા છે. ત્યારે તેના જ વોર્ડમાં લોકો સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયા છે.

રાજકોટ : મેયરના વોર્ડમાં કાચા રસ્તાઓ પાકા ક્યારે બનશે? રાજકોટ

છેલ્લા ઘણા સમયથી ગોકળગાયની જેમ ચાલતું કામ માંડ-માંડ પૂર્ણ થયું છે. મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક સુધી ડામર રોડ બનાવાનો પ્રારંભ થતો નથી અને બાપાસીતારામ ચોક પાસે ટ્રાફિક નિયંત્રણ માટે લગાડેલ ઈન્ડીકેશન પડી દેવામાં આવી છે. આસપાસના દુકાનદારો ઉડતી ધૂળથી કંટાળી ગયા છે. આ વિસ્તારમાં વગળ ચોકડીએ સર્કલ બનવાની હજુ લોકો રાહ જોઈ રહ્યા છે.

ટ્રાફિકથી ધમધમતા રોડથી આગળ સરદાર રેસ્ટોરન્ટ પાસેથી નિકળતો અઢીસો ફૂટને જોડતો 80 ફૂટના રોડને તાત્કાલિક મજુરી આપવા તેમજ વિસ્તારને ખુલ્લો કરીને ટીપી તાત્કાલિક પાસ કરાવવી જરૂરી છે. તેમજ પાળ રોડને ડબલ રોડ કરી સ્ટ્રીટલાઈટ નખાઈ તેવી પણ લોકોની માંગ છે. તેમજ ટીલાળા ચોકથી ગોંડલ ચોકડી સુધી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે. લોકોને પોતાના વોર્ડમાં આ ચૂંટણી પહેલાના અધૂરા કામો હજુ પુરા કરવામાં આવ્યા નથી અને નવા બજેટમાં નવા કામોની જાહેરાતો કરવામાં આવે છે. લોકોના મનમાં મસમોટા પ્રશ્નએ પણ ઉભો થઇ રહ્યો છે કે જુના કામો પુરા થતા નથી અને તંત્ર દ્વારા નવા કામોની જાહેરાત કરવામાં આવે છે.

રાજકોટ : મેયરના વોર્ડમાં કાચા રસ્તાઓ પાકા ક્યારે બનશે? રાજકોટ

Read About Weather here

પેહલા જુના કામો પુરા થાય છે કે નહિ તેની તપાસ તંત્ર દ્વારા કરવી જોઈએ. વોર્ડનં. 12એ મેયરનો વોર્ડ હોવા છતા જો કામો અનિયમિતતા જોવા મળતી હોવાથી બાકીના વોર્ડની શું દશા હોય તે પણ વિચારવા જેવી વાત છે. હજુ મેયરના વોર્ડમાં જુના કામ એમનેમ છે. ત્યાં ઇન્ડોર સ્ટેડીયમ બનાવવાની જાહેરાત કરી દીધી છે. હવે એ કામ પણ ગોકળ ગતિથી ન ચાલે તેવી લોકોને આશા અને અપેક્ષા છે. ઉપરાંત વોર્ડનં. 12ના લોકોએ નવા વિકસતા વિસ્તારમાં સ્ટેડીયમ બને તેવી પણ માંગ કરી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here