રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખાની અનિયમિતતા: ભાડા પટ્ટાને સેલ્ફ પ્રોપર્ટી દર્શાવી!

રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખાની અનિયમિતતા: ભાડા પટ્ટાને સેલ્ફ પ્રોપર્ટી દર્શાવી!
રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખાની અનિયમિતતા: ભાડા પટ્ટાને સેલ્ફ પ્રોપર્ટી દર્શાવી!

ફક્ત એક ચોક્કસ વોર્ડનો જ હિસાબ લગાવો તો 50 લાખની મનપાને નુકસાની!?: કેટલાક કિસ્સામાં ખોટું થયાનું મનપા વેરા વસુલાત આસી.મેનેજરની કબુલાત

રાજકોટ શહેરમાં વેરા વસુલાત શાખા દ્વારા આચરવામાં આવેલી કેટલીક અનિયમિતતા આચરવામાં આવ્યાની વિગતો અમારા અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરનાં એક ચોક્કસ વોર્ડનાં વિસ્તારમાં ભાડાપટ્ટાથી બેંકથી કેટલીક બેંકનો વેરા આકારણી કરીને મહાનગરપાલિકાનાં જવાબદાર તંત્રએ મિલકત ધારકને અડધો-અડધો ફાયદો કરી દીધો હોવાનો ચર્ચાઇ રહયું છે.

આ અંગે વેરા વસુલાત શાખાનાં આસી.મેનેજર રાજીવ ગામેતીનો સંપર્ક કરતા તેઓ આવી શરત ચૂક કે મિસ્ટેક થયાની કબુલાત આપી હતી અને ભૂલ સુધારણા માટે મિલકત ધારકોને પુન: બોલાવીને પુરવણી બિલ આપવામાં આવી રહ્યા છે.

તેમજ જે વધુ વિગતો ધ્યાને આવશે. તેને પણ વધારાનાં વેરાબિલ આપી વસુલાત કરવામાં આવશે. એમ જણાવ્યું હતું.

સમગ્ર પ્રકરણમાં જવાબદાર કોણ? વેરા વસુલાતનાં ક્યાં અધિકારી કે કર્મચારી? એમની સામે શું પગલા લેવાશે તે અંગે જવાબ આપવામાં આસી.મેનેજર આખી બાબતનું ઠીકરું ખાનગી એજન્સીનાં માથા પર ફોડ્યું હતું.

જો ખાનગી એજન્સીની આવી ભૂલ કે ઘાલમેલ કરી હોય તો તેની સામે શું પગલા લેવાશે તે અંગે અધિકારી કોઈ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા.

કોઈ ખાનગી એજન્સીને વેરા સર્વે અંગે કામગીરી સોંપાઈ હોય તો તેની ઉપર સુપરવિઝનમાં તો મહાનગરપાલિકાનાં અધિકારી- કર્મચારી હોય છે. શું આ અંગે તેમની કોઈ જવાબદારી નહીં? એવો સવાલ જાણકારોમાં પુછાય રહ્યો છે.

વેરા વસુલાતમાં બેંક, પાર્ટી પ્લોટ, નાણા નિગમ સહિતનાં ફાયનાન્સીયલ સેક્ટર પાસેથી 10 ગણો ટેક્ષ લેવામાં આવે છે. આવા ઘણા કિસ્સામાં આવી પ્રોપર્ટીનાં કોમર્શીયલ પ્રોપર્ટી ગણાવીને માત્ર 4 ગણો જ ટેક્ષ વસુલાયો હોવાની પણ ઘણી ચોકાવનારી વિગતો ગોપનીય સુત્રોમાંથી જાણવા મળે છે.

વેરા વસુલાત શાખા દ્વારા વિગતો જાહેર કરવી જોઇએ તેવું ચર્ચાઇ રહયું છે.માત્ર એક ચોક્કસ વોર્ડ અને તેના બેન્કિંગ સેક્ટરની જ ગણતરી કરવામાં આવે તો આશરે 40 થી 50 લાખ વેરાની ઓછી

Read About Weather here

આકરણી કરવામાં આવ્યાની માહિતી એક જાણકારે નામ ગુપ્ત રાખવાની શરતે જણાવી રહી હતી. મનપાની વેરા વસુલાત શાખાની કામગીરી સામે અનેક આક્ષેપો થઇ રહયા છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here