ટોઇલેટમાં પડેલી દારૂની બોટલો, નાસ્તાના પડીકા અને ઠંડા-પીણાની બોટલોનો વીડિયો વાયરલ થતા મનપા તંત્રમાં ખળભળાટ: શું તપાસનો આદેશ અપાશે કે રાબેતા મુજબ ઢાંકપીછોડો?!
રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટઝોન કચેરીના ટોઇલેટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવ્યાનો એક કથિત વીડિયો વાયરલ થતા મનપા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ કચેરીમાં કોઈ તત્વોએ રાત્રીના સમયે દારૂની પાર્ટી કરી હોવાનું વીડિયો પરથી ફલિત થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
આ ઘટનાએ શહેરભરમાં વાયરલ થયેલા વીડિયોેએ ભારે ચર્ચા જગાવી છે અને અનેક સવાલો ઉભા થયા છે. આ વીડિયોે મહાનગરપાલિકાની વેસ્ટઝોન કચેરીનો હોવાનું જાણકાર સૂત્રો કહી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે, કચેરીના ટોઇલેટમાં દારૂની બાટલીઓ અને ઠંડાપીણાની બોટલો તથા નાસ્તાના પડીકા ફેંકી દેવાયેલા છે. શું રાત્રીના સમયે અહીં ઘુસીને કોઈએ દારૂની પાર્ટી માણી હતી? જો દારૂની પાર્ટી થઇ હોય તો કોણે કરી? સ્ટાફના કોઈ સભ્ય હતા કે બહારના તત્વ ઘુસી ગયા હતા? શું કચેરીની સિક્યુરિટીને કોઈ ખબર પડી ન હતી? આવા અનેક સવાલો શહેરીજનોમાં ચર્ચાતા થઇ ગયા છે. મહાનગરપાલિકા જેવી મહત્વપૂર્ણ કચેરીમાં આવી રીતે રાતના અંધારામાં નશાની પાર્ટી યોજાઈ એ ખુબ જ આઘાતજનક ઘટના કહેવાય.
દરમ્યાન કથિત વીડિયોે અંગે સંપર્ક કરાતા મેયર ડો.પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ મનપાની વિજીલન્સ શાખાને સોંપવામાં આવશે. અમે કચેરીના સીસીટીવી કેમેરાની પણ સઘન ચકાસણી કરાવશું.
મહાનગરપાલિકાના તંત્રવાહકોએ વાયરલ વિડીયોને હળવાશથી લેવો ન જોઈએ અને ગંભીરતાથી તપાસનો આદેશ આપવો જોઈએ એવી લોકલાગણી છે. કચેરીમાં કોણે આવી અનૈતિક પ્રવૃત્તિની હિંમત કરી એ વિશે દોષિતોને શોધી કાઢવા તટસ્થ રીતે ઊંડી તપાસ થવી જોઈએ. કચેરીની અંદર અને બહાર ગોઠવાયેલા સીસીટીવી કેમેરાનું તાત્કાલિક સક્ષમ પોલીસ અધિકારીની હાજરીમાં ચેકિંગ કરવું જોઈએ. જેથી કરીને સત્ય શું છે એ બહાર લાવી શકાય આવી રીતે મહાનગરપાલિકાની કચેરીમાં ઘુસી જઈ દારૂની પાર્ટી યોજાઈ એ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને તંત્ર માટે શરમજનક છે. સરકારી કચેરીઓની સુરક્ષાનો મામલો ખૂબ જ ગંભીરતાથી લેવોજોઈએ. કેમકે કચેરીઓમાં અનેક મહત્વના દસ્તાવેજો હોય છે. રેકર્ડ રાખવામાં આવ્યો હોય છે. આવી ભૂલ તંત્રને ભારે પડી શકે છે. જો આવી રીતે શહેરની મહત્વની સરકારી કચેરી રેઢું પડ બની જતી હોય તો એ ખૂબ જ ગંભીર બેદરકારીનો નાગર નમુનો ગણાય. એટલે મ્યુ.કમિશનર તેમજ મેયરે જનતાના હિત ખાતર વાયરલ વીડિયોની સચ્ચાઈની તપાસનો તાકીદે આદેશ આપવો જોઈએ. તેવી જોરદાર લોકલાગણી છે.
Read About Weather here
મનપા વેસ્ટઝોન કચેરીની સુરક્ષા એટલે ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા’.!
રાજકોટ: મનપાની વેસ્ટઝોન કચેરીને લગતો વીડિયોે વાયરલ થતા કચેરીની સુરક્ષાની પોલ છતી થઇ ગઈ છે. જ્યાં ખૂબ જ સંવેદનશીલ દસ્તાવેજો અને રેકર્ડ સચવાયેલા હોય છે. એવી કચેરીમાં આ પ્રકારે દારૂની પાર્ટી થઇ જાય એટલે મનપા કચેરીની સુરક્ષા માટે કહેવું પડે કે, ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા’!!
વીડિયો જે વાયરલ થયો છે તેની સચ્ચાઈ બહાર આવે અને દોષિતો સામે તાત્કાલિક પગલા લેવાઈ એ અત્યંત જરૂરી છે. આ વીડિયો અંગે જાણકારી મેળવવા મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ થયો હતો પણ ટેલીફોનીક સંપર્ક થઇ શક્યો નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here