ઉપયોગમાં ન લઈ શકાય 190 કિ.ગ્રા. શાકભાજી-ફળો જપ્ત
મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.23 થી 29 જાન્યુ.ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
રસ્તા પર નડતરરૂપ 20 રેકડી તે નંદનવન (રાણી પાર્ક), જીવરાજ પાર્ક, બાપાસિતારામ ચોક, લક્ષ્મીનગર, પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદી જુદી અન્ય 111 પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી જીવરાજ પાર્ક, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, સાધુવાસવાણી રોડ, બાપાસીતારામ ચોક, યુનિ.રોડ, કોઠારીયા રોડ, 80 ફુટ રોડ મોરબી બાયપાસ પરથી જપ્ત કરવામાં આવી હતી, 190 કિ.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષકરધામ, યુનિ.રોડ, ગાયત્રી કેરિયરની સામેના રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.43,000 વહીવટી ચંદ્રેશનગર, પટેલ ક્ધયાછાત્રાલય, કોઠારીયા રોડ, 80 ફુટ રોડ મોરબી બાયપાસ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.44,585 મંડપ ચાર્જ જે સંતકબીર રોડ, ચંદ્રેશનગર, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને 381 બોર્ડ-બેનર તે પેડક રોડ, કોઠારીયા રોડ, જીવરાજ પાર્ક, યુનિ.રોડ, કુવાડવા રોડ, 80 ફુટ રોડ મોરબી બાયપાસ પરથી જપ્ત કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here