રાજકોટ મહાનગરના રહેવાસીઓ માટે પાણીકાપ એ હવે કાયમની શિરદર્દ જેવી સમસ્યા બન્યું છે. તા.5, 6 અને 7 જાન્યુઆરી એટલે કે, ગુરૂ, શુક્ર તથા શનિવાર 3 દિવસ સુધી તબક્કાવાર રીતે મહાનગરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ થશે નહીં. તેવું મહાનગરપાલિકા વોટર વર્કસ શાખાએ જાહેર કર્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
મનપાની એક યાદી જણાવે છે કે, નર્મદા યોજના આધારિત પાણી પુરવઠો પૂરો પાડતા ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. દ્વારા એનસી-32, 33 અને 34 પ્રોજેક્ટ પાઈપલાઈન પર એરવાલ્વ રીપેરીંગ તથા પમ્પીંગ સ્ટેશન ખાતે સંલગ્ન કામગીરી કરવાની હોવાથી તા.5 થી તા.7 3 દિવસ શટડાઉન રહેશે. જેના કારણે ન્યારા ઓફ ટેક તથા બેડી ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણીનો પુરતો જથ્થો મેળવી શકાશે નહીં.
Visit Saurashtra Kranti Homepage here
મનપાની યાદી અનુસાર તા.5 ને ગુરુવારે જંકશન, ગાંધીગ્રામ ઝોનમાં વોર્ડ નં.1,2,3 અને 9 ના સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. તા.6 ને શુક્રવારના રોજ ગ્રીનલેન્ડ, રીંગરોડ અને સોજીત્રાનગર ઝોનના વોર્ડ નં.2,4,5,8,9 અને 10 ના સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય. જયારે તા.7 ને શનિવારના રોજ જિલ્લા ગાર્ડન, રેલનગર અને બજરંગવાડી ઝોનમાં વોર્ડ નં.2,3,7 અને 14 ના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણ બંધ રહેવાથી ગૃહિણીઓમાં દેકારો થવાની સંભાવના છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here