રાજકોટ મનપા દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું સફળ અમલીકરણ

રાજકોટ મનપા દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું સફળ અમલીકરણ
રાજકોટ મનપા દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું સફળ અમલીકરણ

5041 જેટલા લાભાર્થીઓને પ્રાપ્ત થતા લાભ

સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળકો અને સ્ત્રીઓના સ્વસ્થ માતા સ્વસ્થ બાળક જેવા નવતર અભિગમને કૃતાર્થ કરવા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં યોજનાકીય લાભો આપવાની એપ્રિલ-22થી શરૂઆત કરવામાં આવેલ હતી. પોષણ 1000 સોનેરી દિવસ અંતર્ગત રાજયના 0 થી 2 વર્ષના બાળકો ધરાવતી માતાઓ તથા બાળકોનું પોષણસ્તર વધે તેવા ઉમદા હેતુથી અને કુપોષણ મુક્ત ગુજરાતના સ્થાને સુપોષણ યુક્ત ગુજરાત કાર્યક્રમની ફલશ્રૂતીરૂપે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ સરકારની ગાઈડલાઈન અનુસાર એમએમવાય યોજનાના લાભાર્થીઓને નિયમિત લાભો આપવાની શરૂઆત કરવામાં આવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

સરકાર દ્વારા નિયમિત પૌષ્ટિક આહારમાં ચણા, તુવેરદાળ અને તેલ જેવી અગત્યની ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ તમામ ખાદ્યસામગ્રી સરકાર દ્વારા નિયમિત ફાળવવામાં આવેલ છે અને આ તમામ પૌષ્ટિક ખાદ્ય સામગ્રી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા નિયમિત રૂપે આંગણવાડી ખાતેથી વિતરણ કરવામાં આવે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા ખાતે પાત્રતા ધરાવતા કુલ 5041 લાભાર્થીઓ યોજનાનો લાભ લઇ રહ્યા છે.એટલે કે કુલ લાભાર્થી પૈકી એન.એફ.એસ.એ. કાર્ડ પૈકીના કુલ 100% લાભાર્થીઓ સરકારની એમએમવાય યોજનાનો લાભ લઇ રહ્યા છે. યોજનાનાં સફળ અમલીકરણ માટે આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ. અને મુખ્ય સેવિકા દ્વારા વધુ લાભાર્થીઓ લાભ મેળવે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here