રાજકોટ મનપા દ્વારા પ્લોગીંગ રન, સાઇકલોથોન અને વોકેથોન કાર્યક્રમ યોજાયો

રાજકોટ મનપા દ્વારા પ્લોગીંગ રન, સાઇકલોથોન અને વોકેથોન કાર્યક્રમ યોજાયો
રાજકોટ મનપા દ્વારા પ્લોગીંગ રન, સાઇકલોથોન અને વોકેથોન કાર્યક્રમ યોજાયો

‘મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદી કા અમૃત મહોત્સવ’ અતંર્ગત કલીન ઇન્ડિયા અભિયાન
શહેરીજનોએ જયાં-ત્યાં કચરો ફેકી ગંદકી ન કરવા મેયરની અપીલ

આજે મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડિયા અભિયાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લોગીંગ રન, સાઈકલોથોન અને વોકેથોન કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો.

Visit Saurashtra Kranti Homepage here

રોટરી ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા રાજકોટ સાયકલ ક્લબ અને રાજકોટ મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે વર્ચ્યુઅલ સાયકલોથોન યોજવામાં આવેલ આ સાયકલોથોનમાં 22 થી વધુ દેશો માંથી 14 હાજરથી વધુ લોકોએ ભાગ લીધેલ.

આ યુનિટના કારણે વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી થયેલ અને તેમનું સર્ટીફ્રીકેટ આપવામાં આવેલ. આજ રોજ સાયકલ ક્લબના નિકેતા માટલીયા, નીતા મોટલા, પ્રશાંત કક્કડ તથા પ્રતિક સોનેજી દ્વારા મેયર ડો.પ્રદિપ ડવને અર્પણ કરેલ.

આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, ચેતનભાઈ સુરેજા, ડે.કમિશનર આશિષ કુમાર, ચેતન નંદાણી, એ.કે.સિંઘ, રાજકોટ સાયક્લો

ક્લબ માંથી રાજકોટ સાઈકલ ક્લબના પ્રમુખ દિવ્યેશભાઈ જસાણી, ફાઉન્ડર દિવ્યેશ અઘેરા, સેક્રેટરી ઉર્વીશ સીલંકી, અને રાજકોટ રેન્ડોનીયર્સના વિજયભાઈ દોંગા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના રિજ્યોનલ

મેનેજર કે. પાર્થ સારથી નાયડુ, તથા તેમની ટીમ આજે સવારે 6:30 કલાકે શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે પ્લોગીંગ રન, સાઈકલોથોન અને વોકેથોન યોજાયો. જેમાં પદાધિકારીઓ તથા કોર્પોરેટરઓ,

અધિકારીઓ, કર્મચારીઓ અને આ ત્રણેય ઇવેન્ટમાં ભાગ લેનાર શહેરીજનો ઉપસ્થિત રહ્યા.સાઈકલોથોનમાં સૌથી વધુ તેમજ વોકેથોનમાં 150થી વધુ લોકોએ ભાગ લીધો તેમજ પ્લોગીંગ રનમાં 200 થી વધુ લોકોએ ભાગ લીધેલ.

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ જણાવેલ છે કે, સ્વચ્છ શહેર બનાવા તંત્રની સાથે લોકોનો સહકાર મળે તો ખુબજ સારું પરિણામ મળે શહેરીજનોએ જ્યાં ત્યાં કચરો ફેકી ગંદકી ન કરે તેવી અપીલ કરી છે.

પૂજ્ય મહાત્મા ગાંધી સ્વચ્છતા આગ્રહી હતા, સ્વચ્છતાના ત્યાં પ્રભુતા તેમનું મંત્ર હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ 2014માં સ્વચ્છતા અભિયાન શરૂ કરેલ. ફરી ગઈ કાલે માન.પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન 2.0 ગઈ કાલે લોન્ચિંગ કરેલ

અને દેશને સ્વચ્છતા માટે ભાર મુકેલ હતો. આ અવસરે ઉપસ્થિત સૌમહાનુભાવો દ્વારા સ્વચ્છતાના સપથ લીધા તેમજ સાઈકલોથોન અને વોકેથોનને ફ્લેગ આપવામાં આવેલ. પ્લોગીંગ રન દ્વારા ભાગ લેનાર પાર્ટીસીપેન્ટ દ્વારા દોડીને કચરો એકઠો કરવામાં આવેલ.

આ ઇવેન્ટમાં પ્રથમ આવનાર ધી ગુજરાત બટાલિયન ગૃપ(એન.સી.સી.) દ્વારા 42 કિલો, બીજા ક્રમની સરોજીની નાયડુ સ્કૂલ દ્વારા 32 કિલો અને ત્રીજા ક્રમના શ્રેયશ રાઠોડ દ્વારા 14 કિલો કચરો એકઠો કરવામાં આવેલ.

તેઓને મહાનુભાવોના વરદ્હસ્તે ગીફ્ટ વાઉચર આપવામાં આવેલ.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટે તથા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અમલમાં મુકલ છે

તેમજ સાયકલ ખરીદનારને સબસીડી આપવામાં આવે છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને ક્લીન ઇન્ડિયા અનુસંધાને ચાલુ માસમાં જુદી જુદી સામજિક સંસ્થા,

Read About Weather here

ધાર્મિક સંસ્થા, સ્પોર્ટસમેન, ઔદ્યોગીક સંસ્થા વીગેરેને જોડી સફાઈ અભિયાન ચાલવામાં આવશે.ધાર્મિક સંસ્થા, સ્પોર્ટસમેન, ઔદ્યોગીક સંસ્થા વીગેરેને જોડી સફાઈ અભિયાન ચાલવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here