રાજકોટમાં તાજેતરમાં ધોધમાર વરસાદ વરસતા અને ચારેતરફ પાણી પાણીના કારણે પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળ ગયાની વાત શહેરભરમાં ચર્ચાઇ રહી છે. રાજકોટ શહેર ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા, કલેક્ટરે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.ભારે વરસાદ વરસતા રસ્તાઓની હાલત કફોડી બની છે ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને શહેરીજનો હેરાન થયા હતા ત્યારે તંત્રએ સબ સલામતના દાવાઓ પણ કર્યા હતા અને તાત્કાલીક કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
તે જાણકારી વળી તંત્ર દ્વારા પોતાના ફેસબુક પેઇજ ઉપરમાં મુકવામાં આવતી હોય છે. શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેનો પુરાવો છે, મનપના ફેસબુક પરની કોમેન્ટો. મનપાએ રસ્તાના ખાડાઓ અને ઝાળીઓ સાફ કરી એક એવી પોસ્ટ તાજેતરમાં મુકી હતી. જેમાં શહેરીજનોએ કોમેન્ટો કરીને મનપાને ટ્રોલ કર્યું હતું. લોકોએ અવનવી કોમેન્ટો કરી રોષ ઠાલવ્યો હતો.
ખોટા તાયફા બંધ કરાવી ભૂગર્ભ જળ ઊંચા લાવો, પાણીનો કાયમી પ્રશ્ર્ન સોલ્વ થઈ જશે, અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ અપનાવવા મનપાને શહેરીજનોની સલાહ આપવામાં આવી તેમજ એક ઝાળી ઓ સાફ કરવી એમાં તો બધાને મેન્શન કરી દીધું…. હું મોકલું અમારા વિસ્તારના રોડ રસ્તાના ખાડા અને પાણી ભરાયેલા છે એના વિડિયો અને ફોટા? રેલનગર અંડરબ્રિજની ડિઝાઇન કયા એન્જીનિયરે બનાવી છે એ તો કહો..? તેમ રોષ ઠાલવ્યો હતો.
Read About Weather here
રાજકોટ મનપા સામે લોકોએ સોશીયલ મિડીયામાં ભડાશ કાઢી હતી. અને લોકોએ કોમેન્ટો કરી કમિશનર સહિતના અધિકારો સુધી રજૂઆતો પહોચાડવાનો પ્રયત્ન કર્યો હતો. મેયર, કમિશનર સહિતના ઓએ ક્યારેક ટાઇમ કાઢીને મનપાના ફેસબુક પેજ પર આવેલ લોકોની કોમેન્ટો વાંચવી જોઇએ તો શહેરીજનોના મનમાં શુ ચાલી રહ્યું છે તે જાણી શકાય.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here