રાજકોટ મનપાની ગૌરવ ભરી સિધ્ધી: કોવિડ વેક્સિનેશનમાં પ્રથમ ડોઝનો 100% લક્ષ્યાંક સિધ્ધ

રાજકોટ મનપાની ગૌરવ ભરી સિધ્ધી: કોવિડ વેક્સિનેશનમાં પ્રથમ ડોઝનો 100% લક્ષ્યાંક સિધ્ધ
રાજકોટ મનપાની ગૌરવ ભરી સિધ્ધી: કોવિડ વેક્સિનેશનમાં પ્રથમ ડોઝનો 100% લક્ષ્યાંક સિધ્ધ

રાજકોટને પોતાનો પરિવાર ગણી નિષ્ઠા પૂર્વક કામગીરી કરનાર આરોગ્ય શાખાના કર્મીઓને અભિનંદન: મેયર
મેયર અને સ્ટાફની લગન, મહેનત અને કામગીરીને વખાણા મ્યુ.કમિશનર અરોરા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને કોરોના મહામારીથી સુરક્ષિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ગત જાન્યુઆરી-2021થી શરૂ થયેલા વેક્સિનેશન અભિયાનમાં વેક્સિનના પ્રથમ ડોઝનો 100 ટકાનો લક્ષ્યાંક આજે તા.26-10નાં રોજ સિદ્ધ થયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અવસરે આજે માન. મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ એક સમારોહમાં પદાધિકારીશ્રીઓ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખાના તબીબો અને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મેયર અને પદાધિકારીઓએ સૌને પુષ્પગુચ્છ અર્પણ કરી મીઠાઈ ખવડાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્વરીબેન ડોડિયા તેમજ ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર,

આરોગ્ય અધિકારી ડો. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, ડો. મનીષ ચુનારા, ડો. ભૂમિબેન કમાણી, ડો. હાર્દિક મહેતા, ડો. મિલન પંડ્યા અને તમામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો વગેરે ઉપસ્થિત રહયા હતાં.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે એમ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશમાં તમામ લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવાનું જે મહાઅભિયાન લોન્ચ કર્યું હતું તેમાં રાજકોટ શહેરે પણ પોતાનું 100 ટકા યોગદાન આપ્યું છે

તે ખુબ જ આનંદ અને ગૌરવની વાત છે. આજે શહેરમાં 11,42,093 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક 100 ટકા સિદ્ધ થયો છે ત્યારે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. રાજકોટ મહાનગરપાલિકાની આ સિધ્ધિ માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ફાળે જાય છે

અને આ માટે સમગ્ર રાજકોટ વતી હું તેઓ સૌને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. વેક્સિનેશન અભિયાન એક ખુબ જ કપરૂ કામ હતું અને તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સહયોગથી આ સીમાચિહ્ન હાંસલ થયું છે.

તેમાં આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાના પરિવારની પણ ચિંતા કર્યા આખા રાજકોટ શહેરને જ પોતાનો પરિવાર ગણી તમામ લોકોને વેક્સિનના પ્રથમ ડોઝમાં આવરી લેવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરેલ છે તે ખુબ જ ધન્યવાદને પાત્ર છે.

રાજકોટ મહાનગરપાલિકાએ ગત માસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વેક્સિનેશન મહાભિયાનમાં 24 કલાક સુધી કામગીરી કરી 45,000 થી વધુ લોકોને વેક્સિનેશન આપવામાં આવી હતી. હાલ બીજા ડોઝની 86 ટકા કામગીરી પૂર્ણ થયેલ છે.

આ તકે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ પદાધિકારીઓનાં માર્ગદર્શન અને સાથસહકાર સાથે વેક્સિનનાં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરીનો સીમાચિહ્ન આજે પ્રાપ્ત કરેલ છે

એ બદલ પદાધિકારીઓ અને આરોગ્ય સ્ટાફગણનાં તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સહાયક કર્મચારીઓ અને અધિકારીઓ અભિનંદનનાં હક્કદાર બન્યા છે. હું અહી એ યાદ અપાવવા ઈચ્છું છું કે, 24 કલાકનું વેક્સિનેશન મહાભિયાન હાથ ધરાયું ત્યારે માન.

મેયરશ્રી રાત્રે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે રૂબરૂ આવ્યા હતાં અને અન્ય પદાધિકારીઓ તથા કોર્પોરેટરઓ પણ એટલા જ સક્રિય રહેતા 45,000 થી વધારે લોકોને વેક્સિનેશનમાં આવરી લેવામાં મહાનગરપાલિકાને સફળતા મળી હતી.

Read About Weather here

આ સન્માન સમારોહમાં મેયર સહિતના પદાધિકારીઓનાં વરદ હસ્તે આરોગ્ય સ્ટાફને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતાં અને મીઠાઈ ખવડાવી મ્હોં મીઠું કરાવાયું હતું.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here