રાજકોટ : ભાદરથી પાણી લાવતી પાઈપલાઈનમાં ભંગાણ, 6 વોર્ડમાં પાણીકાપ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મહાનગરપાલિકાને ભાદર ડેમથી લાઈન મારફત પાણી મળે છે અને તે લાઈનમાં ભંગાણ થતા રિપેરિંગ માટે હવે બે દિવસ 6 વોર્ડ તરસ્યા રહેશે. મનપાના જણાવ્યા અનુસાર ભંગાણમાં રિપેરિંગ કામમાં બે દિવસ જેટલો સમય થતો હોવાથી પાણીકાપની ફરજ પડી છે. ભાદર ડેમની લાઈન ઘણા વર્ષો જૂની છે અને તે જ કારણે હવે લાઈન લીકેજની સંખ્યા વધી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ખાસ કરીને જ્યારે લાઈનમાં ભંગાણ થાય ત્યારે પુરવઠો બંધ કરાય તો મનપા પાસે હાલ તે વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે કોઇ મજબૂત સિસ્ટમ અને તેટલો જથ્થો નથી. હાલ જે રિપેરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેને કારણે તા.16મીએ ગુરુકુળ હેડવર્કસ અને વાવડી હેડવર્કસમાં આવતા વોર્ડ નં. 11, 12, 13 અને તા. 17મીએ ઢેબર રોડ તરફના વોર્ડ નં. 7, 14, 17ના વિસ્તારોમાં પાણી પહોંચશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here