રાજકોટ બેડી યાર્ડની ચૂંટણી પહેલા સર્જાતો ઘેરો રાજકીય વિવાદ, આક્ષેપ બાજી

રાજકોટ બેડી યાર્ડની ચૂંટણી પહેલા સર્જાતો ઘેરો રાજકીય વિવાદ, આક્ષેપ બાજી
રાજકોટ બેડી યાર્ડની ચૂંટણી પહેલા સર્જાતો ઘેરો રાજકીય વિવાદ, આક્ષેપ બાજી

આવતીકાલે મંગળવારે યાર્ડની ચૂંટણીમાં મતદાન, પૂર્વ મંત્રી પર કિસાન નેતાના આક્ષેપથી સનસનાટી
મતદારોને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો થઇ રહયા છે: દિલીપ સખીયા
ધાક-ધમકીનો કોઇ સવાલ નથી, અપપ્રચાર થાય છે: જયેશ રાદડીયા

રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થનાર છે ત્યારે મતદાનની પૂર્વ સંધ્યાએ કિસાન સંઘના અને ખેડૂત પેનલના નેતા દ્વારા પૂર્વ મંત્રી પર આક્ષેપો કરવામાં આવતા ભારે રાજકીય ગરમાવો આવ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

અને વિવાદ ઘેરો બન્યો છે. પૂર્વ મંત્રીએ આક્ષેપ નકારી કાઢયો છે. મતદાનના એક દિવસ પહેલા આ રીતે આક્ષેપ બાજીને પગલે ભારે રાજકીય ચડસા ચડસી અને ચર્ચાબાજી શરૂ થઇ જવા પામ્યા છે.

અત્રે એ યાદ રહે કે, માર્કેટ યાર્ડની ચૂંટણી કમાન પૂર્વ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા સંભાળી રહયા છે. ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો વચ્ચે જબરી રાજકીય રસાકસી ઉભી થઇ છે. એવામાં આક્ષેપનો બોમ્બ ફોડવામાં આવતા હલચલ મચી ગઇ છે.

કિસાન નેતા અને ખેડૂત પેનલના ઉમેદવાર દિલીપ સખીયાએ એક નિવેદનમાં એવો આક્ષેપ કર્યો હતો કે, સત્તાધારી પક્ષ હાર ભાળી ગયો હોવાથી સામ-દામ અને દંડનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહયો છે.

સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાએ રાત-દિવસ માટે ખેડૂત માટે મહેનત કરી જીંદગીના છેલ્લા શ્ર્વાસ સુધી ખેડૂતો માટે કામ કર્યુ છે. પણ એમના પુત્ર અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડીયા ધારાસભ્ય છે અને મંત્રી પણ રહી ચુકયા છે.

સખીયાએ આક્ષેપ કર્યો હતો કે, પ્રચાર માટે બોલાવવામાં આવતી મંડળીઓની બેઠકમાં બેંકના ચેરમેન પદનો દુરઉપયોગ કરીને બધી મંડળીના સભ્યોને દબાણ કરી બોલાવવમાં આવે છે,

જાહેરમાં મતદારોને બીવડાવવમાં આવે છે અને ધમકી અપાય છે કે, તમે કોને મત આપો છો તે હું ગમે ત્યારે બેલેટ પેપરમાં જોઇ શકુ છું. આવી રીતે બેંકના ચેરમેન એમના પિતાએ ખેડૂત માટે ઉભી કરેલી સહકારી સંસ્થાને દાગ લગાડી રહયા છે.

ખેડૂત પેનલના ઉમેદવાર નિવેદનમાં ઉર્મેયુ છે કે, જો જયેશભાઇ રાદડીયા ખરેખર ખેડૂતોને મદદ કરવા માંગતા હોય તો ખોટી ધમકી આપવાની જગ્યાએ એવું કહેવું જોઇએ કે, જયાં ખેડૂતનું હિત છે, જે ખેડૂતો માટે કામ કરી રહયા છે

તેવા ઉમેદવારોને મત આપવો જોઇએ. માર્કેટ યાર્ડ ખેડૂતોની સંસ્થા છે તેને બેંક સાથે કોઇ સંબંધ હોતો નથી. દરેક ગામની સહકારી મંડળીઓના સભ્યો પોતાના ગામના પ્રતિનિધિ તરીકે માર્કેટ યાર્ડમાં ઉભા રહેલા ખેડૂત ઉમેદવારને પોતાનો મત આપવાનો હોય છે

પણ જિલ્લા સહકારી બેંક દ્વારા મંડળીના સભ્યોને ડરાવી-ધમકાવી, લોભ-લાલચ આપીને લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર છે.

જે વ્યકિત કોઇનો મત જોવાનો પ્રયત્ન કરે તે ગુન્હાહિત પ્રવૃતિ છે. જયેશભાઇ તો ધારાસભ્ય છે એમને મતદાનની ગુપ્તા માટે મદદ કરવી જોઇએ. તેના બદલે તેઓ એમના પિતાશ્રીને દુ:ખ લાગે એવું કાર્ય કરી રહયા છે.

તેમણે અંગત સ્વાર્થને બાજુએ રાખી ખેડૂતના હિતમાં કામ કરવું જોઇએ. સખીયાએ પડકાર કર્યો હતો કે, અમારી કિસાન પેનલ દરેક મંડળીની સાથે રહીને આવનાર પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ છે.

દરમ્યાન બેંક વિરૂધ્ધ થઇ રહેલા પ્રચારનો જોરદાર જવાબ આપવા પૂર્વ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, ધમકી આપવાનો કોઇ સવાલ જ નથી. જે મતદાર નથી તેવા લોકો પેનલ બનાવીને અપપ્રચાર કરી રહયા છે.

Read About Weather here

કોઇને પણ ધમકી અપાયાનું તેમણે સ્પષ્ટ પણે નકારી કાઢયું હતું.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here