વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન તથા યુથ વિંગ તેમજ વુમન્સ વિંગ દ્વારા સદ્ભાવના ટ્રસ્ટના સહયોગથી સાત કિલીમીટરના એરીયામાં 1500 થી વૃક્ષોનું વાવેતર તેમજ 3500 વૃક્ષો રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણનો નિર્ધાર કરેલ.
Visit Saurashtra Kranti Homepage here
આ વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ રવિવારે મોરબી ચોકડીથી માલીયાસણ તરફ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતો.આ કાર્યક્રમમાં શ્રી અરવિંદભાઈ રૈયાણી (મંત્રી રાજ્ય સરકાર), ડો.પ્રદિપભાઈ ડવ (મેયર અરૂણ મહેશ બાબુ કલેકટર), દેવ ચૌધરી (ડી.ડી.ઓ.), નારણભાઈ ચૌધરી (સી.ઈ.ઓ.) સહિતનાં અનેક મહાનુભાવીએ પ્રેરક હાજરી આપેલ હતી .
Read About Weather here
આ વૃક્ષા રોપણને સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં વેગવંતુ બનાવવા જેમનો સિંહ ફાળો રહ્યો એવા અનેક એવોર્ડથી સન્માનીત થનાર સદ્ભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરીયાનો સંપૂર્ણ સહયોગ સાંપડયો હતો. વૃક્ષા રોપણનાં કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા, ચેરમેન, ભરતભાઈ પટેલ તેમજ સેક્રેટરી સુજીતભાઈ ઉદાણી તથા યુથ વિંગ તેમજ વુમન્સ વિંગનાં તમામ સભ્યઓએ જહેમત ઉઠાવેલ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here