રાજકોટ પોલીસે અલગ અલગ બેંકના પ્રતિનિધિઓને બોલાવી લોનમેળાનું આયોજન કર્યું હતું જેમાં 1282 લાભાર્થીઓની લોન મંજૂર કરવામાં આવી હતી. રવિવારે 1282 લાભાર્થીને લોનધિરાણના ચેકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ પોલીસે ઝુંબેશ શરૂ થયા બાદ લોકદરબાર યોજી 59 ગુનાઓ નોંધી 74 લોકોની ધરપકડ કરી હતી, તો લોનમેળો યોજી પોલીસે 1282 લોકોને રૂ.3.45 કરોડની લોન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 10 લોકોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસથી પ્રજાજનોને મુક્ત કરાવવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
Read About Weather here
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા લોન ધિરાણ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય અને નાનો માણસ મુખ્ય પ્રવાહ સાથે જોડાઇ અને તેનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે વડાપ્રધાને શરૂ કરેલી પીએમ સ્વનિધિ યોજનાનો જરૂરતમંદ લોકો લાભ લે અને વ્યાજખોરોના આર્થિક શોષણનો ભોગ ન બને તે માટે રાજ્યભરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here