રાજકોટ પોલીસને હાથ લાગ્યો માત્ર 271 લીટર દેશી દારૂ??!

રાજકોટ પોલીસને હાથ લાગ્યો માત્ર 271 લીટર દેશી દારૂ??!
રાજકોટ પોલીસને હાથ લાગ્યો માત્ર 271 લીટર દેશી દારૂ??!

પોલીસે 22 ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યું: 38 પકડાય; સોચને વાલી બાત: “111 પ્રોહિબિશન રેઇડ નીલ

શહેર વિસ્તારમાં દારૃની મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ 22 ટીમો બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી દારૃના 37 કેસ કરવામાં આવ્યા હતાં. જેમાં 38 આરોપીઓની ધરપકડ થઇ હતી. રૃા. 5420નો 271 લિટર દેશી દારૃ આ તમામ પાસેથી જપ્ત કરાયો હતો. જ્યારે 111 નીલ રેઇડ કરવામાં આવી હતી. દારૃની પ્રવૃતિ નાબુદ કરવા પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ,

Visit Saurashtra Kranti Homepage here

ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ સુચના આપી હોઇ ડીસીબી પઆઇ જે. વી. ધોળા, એસઓજી પીઆઇ સી. જી. જોષી, પેરોલ ફરલો સ્કવોડના ઇન્ચાર્જ બી. ટી. ગોલિહ, ડીસીપી ઝોન-1 અને ઝોન-2ની એલસીબી ટીમો, તમામ પોલીસ સ્ટેશનના 12 પીએસઆઇ તથા 123 કર્મચારીઓની બાવીસ ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

Read About Weather here

ડ્રાઇવમાંથી કુલ 271 લીટર દારૂ પકડાતા શહેરભરમાં અનેક ચર્ચાઓએ જોર પક્ડ્યું હતું. લોકોમાં ચર્ચાઓ થવા લાગી છે કે શું પોલીસે આટલી મોટી ડ્રાઇવ યોજી હોવા છતા પણ શું ખાલી 271 લીટર જ દારૂ પકડાયો હશે અથવા તો શું ખરેખર 111 રેડ નીલ થઇ હશે કે પછી સત્ય શું હશે એ તો એ જ જાણેા!!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here