જે લોકોએ પોલીસ સામે આક્ષેપ કર્યો તે જો સાચા હોય તો તેને ન્યાય મળવો જ જોઇએ પણ આવા માહોલમાં પોલીસ સામે ખોટા આક્ષેપો કરીને બદનામ કરનાર સામે કાર્યવાહી જરૂરી
અન્યાય થયો હોય તો આગળ આવી ફરિયાદ નોંધાવનારનું નામ જાહેર નહીં કરાય એવી કોઈ ચોક્કસ વ્યવસ્થા પોલીસવડા કરે તો અનેક ચમરબંધીઓ કાયદાની આંટીમાં આવી શકે અને નિદોર્ષ પોલીસનો ભોગ લેવાતો પણ અટકી શકે
પોલીસ પર ખોટા આક્ષેપો થતા રોકવા જોઇએ કારણકે બધા પોલીસકર્મીઓ એક સરખા નથી હોતા
પોલીસે તાજેતરમાં સારી કરેલ કામગીરી પર એક નજર
ગુનેગારો આધુનિક યુગમાં સ્માર્ટ બની રહ્યા છે ત્યારે પોલીસને વધુ માનસિક રીતે સ્માર્ટ અને સજ્જ બનાવવી જરૂરી જેથી પોલીસ પર થતાં આક્ષેપો રોકાઇ શકે
પોલીસને ખોટા આક્ષેપોથી બચાવવી જરૂરી તેમ સાથે સાથે ફરજ ચુકતા કર્મીઓને દાખલા રૂપ શિક્ષા પણ જરૂરી
શહેરની જનતા અને રાજકીય અગ્રણીઓએ પોલીસ સામે ખોટા આક્ષેપો કરનારાઓને ખુલ્લા પાડવા જોઇએ
રાજકોટ શહેરમાં કથિત તોડકાંડના આક્ષેપો બાદ શહેરમાં અનેક લોકો દ્વારા અનેક પોલીસ કર્મીઓ પર આક્ષેપોનો અને ફરીયાદનો ઢગલો થયો છે. જેમાંથી અમુક લોકો દ્વારા પોલીસને ખોટી ચીતરવાનો પણ પ્રયાસ કરેલો છે. બહુ મોટા પ્રમાણમાં પોલીસ વિભાગ પર આક્ષેપો થતા ક્યાંક ને ક્યાંક પોલીસનું મોરલ ડાઉન થયું હોય તેવું દેખાઇ રહ્યું છે. લોકોમાં પણ પોલીસ પ્રત્યે એક અલગ છબી આવી ગઇ છે. પણ હકીકત સમજવી જોઇએ અને લોકોના મનમાં છબી સુધારવાનો એક પ્રયાસ કરવો જરૂરી જાય છે. પોલીસ કર્મીઓ પર અનેક ગંભીર આક્ષેપો થયા હોવાથી તમામ પોલીસ કર્મીઓ એક સરખા હોય તેવું શહેરીજનો માનવા લાગ્યા છે પણ ખરેખર એવું નથી કારણકે, પોલીસ કર્મીઓ પર આક્ષેપો થાય તો તેની તટસ્થ તપાસ થઇને જો તે હકીકત જણાય તો કડક કાર્યવાહી જરૂરી છે પણ બધા પોલીસ કર્મીઓ એક સરખા હોતા નથી પોલીસ પણ પ્રજાનો મિત્ર છે. તે વ્યાખ્યા સમજવી જોઇએ અને બધાને એક નજરથી ન જોવા જોઇએ. શહેરીજનોની સુરક્ષા પોલીસના હાથમાં હોય છે અને જે કામ કરવામાં કોઇ પાછી પાની કરવામાં આવતી નથી હંમેશા રાજકોટ પોલીસ દિવસ રાત મહેનત કરીને શહેરીજનોની સમસ્યા અને પ્રશ્ર્નો સાંભળવા માટે કટીબ્ધ્ધ રહ્યા છે અને રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
બીજી વાત જોઇએ તો રાજકોટ હોય કે અન્ય કોઈપણ શહેર નાગરિકોની આંતરિક સુરક્ષા માટે પોલીસતંત્રની કામગીરી અત્યંત મહત્વની હોય છે. જે રીતે દેશની સરહદો પર પહેરો ભરતા જવાનોની કામગીરી આપણને સુરક્ષિત રાખે છે એ જ પ્રકારે આપણી આંતરિક સુરક્ષા અને અપરાધીઓથી બચવા માટે પોલીસદળની કામગીરી નાગરિક સુરક્ષા માટે અતિ જરૂરી અને આવશ્યક હોય છે. ત્યારે જો કાયદો અને વ્યવસ્થાનાં પાલક એવા દળમાં કોઈપણ પ્રકારની નાની એવી ખરાબી કે ખામી પણ આંતરિક સુરક્ષાને ખતરામાં મૂકી શકે છે અને અપરાધખોરીને મોકળું મેદાન મળી શકે છે. એટલે સુરક્ષા વિશેયક કામગીરી માટે અત્યંત મહત્વનું અંગ ગણાતા પોલીસતંત્રમાં કોઈપણ પ્રકારની ફરજચૂક, ગોટાળા- ગડબડ કે ગેરરીતિઓ જરાય નજર અંદાજ કરી શકાય નહીં. તેની સામે પગલા લેવાવા જ જોઇએ પણ તેની સામે કોઇ નાના અધીકારીઓ કે કર્મીઓ ભોગ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ.
પોલીસ પર આક્ષેપો થતા અનેક ખોટા લોકો પણ મેદાનમાં આવી ગયા હતા અને આક્ષેપો કરીને પોલીસની છબી બગાડવાનો પ્રયાસ કરતા હતા આવા લોકો સામે લાલા આંખ કરીને પગલા લેવા પણ જરૂરી છે કારણકે આવા લોકો પોતાની નામના વધારવા અથવાતો પોતે પણ આરોપીની છાપ ધરાવતા હોવાથી પોતે પોલીસ પર ગમે તેમ પુરાવા વિના આક્ષેપો કરતા રહેતા હોય છે તેને રોકવા પણ જરૂરી છે.જો પોલીસ સામે થતા ખોટા આક્ષેપો લોકો દ્વારા થતાં રોકવામાં આવશે તો પોલીસનું મોરલ ડાઉન થયું છે તે અપ થશે અને નવા જોમ જુસ્સા સાથે મેદાનમાં આવીને આરોપીઓનું વર્ચસ્વ ખતમ કરશે તે વાતમાં કોઇ શંકા પણ સાધી શકાય નહીં
ઉપરાંત પોલીસને ખોટા આક્ષેપોથી બચાવવી જરૂરી તેમ સાથે સાથે ફરજ ચુકતા કર્મીઓને દાખલા રૂપ સિક્ષા પણ જરૂરી બને છે. અને ગુનેગારો આધુનીક યુગમાં સ્માર્ટ બની રહ્યા છે ત્યારે પોલીસને વધુ માનસીક રીતે સ્માર્ટ અને સજ્જ બનાવવી જરૂરી છે. જેથી પોલીસને ખરાબ ચિતરવાનો પ્રયાસ ગુનેગાર દ્વારા કરવામાં ન આવે તેથી વૈજ્ઞાનિક પુછપરછ થકી આરોપીને માનસીક ભાંગી નાખવા ઉચ્ચ અધિકારીઓએ વારંવાર પોલીસ કર્મીને કોચિંગ આપવા જરૂરી છે. અને શહેરીજનોએ પોલીસને વિશ્ર્વાસ અપાવવો જોઇએ કે સૌ તેની સાથે છે.
રોમીયોગીરી કરતા ઇસમોને પકડવા ડીકોય ગોઠવતી બી ડિવિઝનની દુર્ગાશક્તિ ટીમ
Read About Weather here
રાજકોટ: શહેરમાં રોમીયોગીરી કરતા ઇસમોને પકડી પાડવા માટે ડીકોય ગોઠવવાની સુચના મુજબ શહેરના બિ-ડીવીઝનના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પો.સ્ટેશનની દુર્ગાશક્તિ ટીમ દ્વારા એક ડીકોય ગોઠવવામાં આવી હતી. જેમાં બી ડિવીઝન પોલીસ સ્ેટશનના વિસ્તારમાં આવેલા ભીડભાડ વાળા વિસ્તાર જેવા કે, શાકભાજી માર્કેટ, બાગ બગીચા, બસસ્ટેશન, તથા છેડતી કે રોમીયોગીરી થવાની સંભાવના હોય તેવા પીકઅપ પોઇન્ટ પર પોલીસ તરીકેને ઓળખને છુપાવી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પેટ્રોલિંગ દરમ્યાન રોમીયોગીરી કરતા કોઇ ઇસમ મળી આવેલ ન હતા.શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસકારક કામગીરી કરવા સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. જે.વી.ધોળા દ્રારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સાથે શહેરના જંગલેશ્ર્વર તથા દુધની ડેરી વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરી એરીયા ડોમેનીશેન કરવામાં આવેલ અને નામચીન ગુન્હેગારોને ચેક કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here