રાજકોટ પોલીસની ‘ક્રાઇમ બ્રાન્ચ’ કે પછી ‘ક્રીમ બ્રાન્ચ’?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
લોકસંસદ વિચારમંચના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, સરલાબેન પાટડીયા, ભાવેશભાઈ પટેલ, પ્રફુલાબેન ચૌહાણ, ધીરુભાઈ ભરવાડ, ચંદ્રેશ રાઠોડે આક્રોશ ઠાલવતા અને આક્ષેપ કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો હોય તેવું લાગે છે. ભ્રષ્ટાચારે જ્યારે માજા મૂકી છે ત્યારે હાલ ઓડિયો ક્લિપ સાથે એક જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે, પ્રકાશમાં નહીં આવતા કિસ્સાઓમાં શું થતું હશે? નતનવા ભ્રષ્ટાચાર કરવામાં ક્રાઈમ બ્રાન્ચ માહિર હોય તેવું જણાય છે. રાજકોટ શહેર પોલીસની આ તો ક્રાઈમ બ્રાચ છે કે ક્રીમ બ્રાન્ચ ? ક્રાઈમ બ્રાન્ચની ઓડિયો ક્લિપથી શહેર પોલીસનું વધુ એક વખત નાક કપાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ભ્રષ્ટાચારને નાથવા અને જળ મૂળમાંથી નાબૂદ કરવા ગુજરાતમાં લાંચ-રૂશ્ર્વત બ્યુરોના (અઈઇ) ના સાત ડિવિઝનો અને 37 પોલીસ સ્ટેશન કાર્યરત છે. તેમ છતાં રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચાર નો વ્યાપ વધી રહ્યો છે. પૈસા વગર કોઈ સરકારી કચેરીમાં કામો થતા નથી. રાજ્યમાં તોસ્તાન તોડબાજી સત્તાધીશોની સિઘી દોરવણી હેઠળ ચાલી રહી છે. ભ્રષ્ટાચારને નાથવા જેને જવાબદારી સોંપાય છે તે લાંચ રૂશ્ર્વત બ્યુરો પણ ભ્રષ્ટાચારના ભોરિંગ ભરડામાં સપડાયેલું છે. ભૂતકાળમાં એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ખુદ લાંચમાં સપડાયા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસમેન અને બુટલેગરના મિત્ર સાથે થયેલી ઓડિયો ક્લિપ અંગે એસીબી કુંભકર્ણની નિંદ્રામાં છે.

Read About Weather here

ગુજરાતમાં દારૂબંધી એ કાગળ પર છે તે જગ જાહેર છે અને શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, એરપોર્ટ પોલીસ સ્ટેશન એ બુટલેગરો માટે સ્વર્ગ સમાન છે. શહેરની ભાગોળે ગ્રામય લેવલે ઢગલા મોઢે દારૂ ઉતારી કટીંગ કરી શહેરમાં અન્ય વાહનો મારફતે દારૂની સપ્લાય થાય છે. પોલીસની અને દારૂડિયાની બુટલેગરોને સાંઠ-ગાંઠથી અને મીલી ભગતથી શહેરમાં અનેક સ્થળે જાહેર સ્થળોએ જાહેર બગીચાઓમાં દારૂડિયાઓ ડમ ડમ હાલતમાં જોવા મળતા હોય છે. ભ્રષ્ટાચારને અટકાવવા તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને માનવતા, યોગ, સારા વાંચનની, સારા સંસ્કારની અને મહાત્મા ગાંધી, સરદાર પટેલના વિચારોથી અવગત કરવામાં આવે તે પણ જરૂરી છે. તેમ અંતમાં ગજેન્દ્રસિંહ ઝાલા (મો.નં. 94262 29396) અને દિલીપભાઇ આસવાણી (મો.નં. 98252 2100)એ જણાવ્યું છે. (5.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here