રાજકોટ પોલીસની આંકડાની માયાજાળમાં રાજકોટ ‘સેઈફ સિટી’!?

રાજકોટ પોલીસની આંકડાની માયાજાળમાં રાજકોટ ‘સેઈફ સિટી’!?
રાજકોટ પોલીસની આંકડાની માયાજાળમાં રાજકોટ ‘સેઈફ સિટી’!?

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનો આક્ષેપ
રાજકોટ સ્માર્ટ સિટીની જેમ સેઈફ સિટી માત્ર નેશનલ ક્રાઈમ રેકર્ડની આંકડાની માયાજાળમાં વાસ્તવમાં નહીં: ગાયત્રીબા

રાજકોટ સ્માર્ટ સિટી ની સાથે સેઈફ સિટી માત્ર નેશનલ ક્રાઈમ રેકર્ડની આંકડાની માયાજાળમાં વાસ્તવમાં નહીં હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સ્માર્ટ સિટીની પોલીસને રોજે-રોજ મળતી જુદા-જુદા ગુન્હોની અરજીઓમાંથી મોટાભાગની અરજીઓની પુરતી તપાસ પણ કરવામાં નથી

આવતી અને તે મુજબ ગુન્હો પણ દાખલ નથી કરતા તો ક્યાંક પોલીસ જ મધ્યસ્થીની ભૂમિકાનો રોલ અદા કરતી જોવા મળે છે. પછી ક્રાઈમ રેઈટ ક્યાંથી વધે?

કોરોના મહામારી દરમ્યાન સરકારી તિજોરીમાં દંડનાં નાણા જમા કરાવવામાં રાજકોટ પોલીસ કદાચ શ્રેષ્ઠ સાબિત થઇ પણ નાના વેપારી, સામાન્ય જનતાની વેદના ન સંભાળી.

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રની શાન ગણાતું રાજકોટ ગુન્હાખોરીમાં ખૂબ જ આગળ નીકળી ગયું છે. એમાંય છેલ્લા બે-ત્રણ વર્ષમાં માત્ર રાજકીય આકાઓના આદેશ માણવા સજ્જ અધિકારીઓ દ્વારા શહેરમાં વધતા ગુન્હાઓ અને ગુનેગારો પ્રત્યે

કુણું વલણ દાખવવાના કારણે શહેરની શિરમોર ગણાતી ક્રાઈમ બ્રાંચનાં કહેવાતા જાંબાઝ અધિકારીઓની કામ કરવાની પધ્ધતિ કાયદાને સુ-સંગત ન હોવાના કારણે

સોની બજારનાં બંધક બનાવી માર-મારવાની ઘટન તેમજ આરોપીને પકડવા ગયેલ માલવિયા પોલીસ સ્ટાફ ઉપરનાં હુમલાએ પોલીસની સલામતી સામે પણ પ્રશ્ર્નો ઉભા કર્યા છે.

ક્રાઈમ રેટ ઘટાડવા આધુનિક ટેકનોલોજી આઈવે પ્રોજેક્ટ, સુરક્ષા કવચ, સુરક્ષિત એપ, પારદર્શિતા એપ વિગેરે વિગેરે પરંતુ છતાં શહેરમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટનાઓ બનતી રહે છે.

શહેરમાં કોઈનું મકાન કે દુકાન બે-ત્રણ દિવસ સળંગ બ્દંહ હોય તો ચોરીની ઘટનાઓ બને છે. લોકોની માલ-મીલ્કાતની સલામતી નથી. શહેરનાં છેવાડાનાં અને નદી કાંઠાનાં વિસ્તારો અને

સ્લમ વિસ્તારોમાં દેશી દારૂથી લઇ બ્રાઉન સુગર અને અન્ય નશીલા પદાર્થોનું બે રોક-ટોક વેચાણ અને વેપાર થાય છે. તો શહેરનાં પોશ વિસ્તારોમાં પણ સ્પાનાં રૂપાળા નામ નીચે દેહ વ્યાપારનાં હાટડાઓ ચાલે છે.

તો છેલ્લા બે વર્ષમાં શહેરમાં હીટ એન્ડ રનની અનેક ઘટનાઓ સામે આવી છે. પરંતુ આ એકપણ ટેકનોલોજી ક્રાઈમ રેટ ઘટાડવામાં સફળ સબિત થઇ હોય તેવું લાગતું નથી.

શહેરમાં પોશ વિસ્તાર કાલાવડ રોડ ઉપર દીન-દહાડે હથિયાર સાથે આવી મહિલાને ભડાકે દઈ આરોપી ફરાર થાય. જેને જાગૃત નાગરિક પકડી શકે અને પોલીસને ઘટના બન્યા સુધી ખબર પણ ન પડે ત્યારે શું આ છે? રાજકોટ સેઈફ સીટી.

રાજકોટ શહેરમાં ડબ્બા ટ્રેડીંગ જુગારનાં ધમધમતા અડ્ડાઓ ઉપર સ્ટેટ વિઝીલન્સ પોલીસ ગાંધીનગરથી આવી કાર્યવાહી કરે અને રાજકોટ પોલીસનાં પેટનું પાણી પણ ન હલે.

એ જ રીતે રાજકોટ શહેર પોલીસની હદમાં કરોડો રૂપિયાનો બાયોડીઝલનો કાળો કારોબાર પણ ચાલે. આ બધી ઘટનાઓ છતાં ગુન્હાઓ નોંધવામાં ન આવે. ત્યારે શહેરમાં ક્રીમ રેટ એ ખરો?

શહેર પોલીસ દ્વારા વર્ષ 2020-21 માં કુલ કેટલી દારૂ પકડવા માટેની ઝુંબેશ કરવામાં આવી. કેટલા ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા, નશીલા પદાર્થોનાં વેચાણ બાબતે કેટલા આરોપીઓ સામે ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા,

નાગરિકો તરફથી શહેર કંટ્રોલ રૂમમાં ગુન્હા સંબંધિત કેટલા કોલ આવ્યા, તે પૈકી કેટલા ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા. જુદા-જુદા ગુન્હાઓ બાબતે પોલીસ પાસે નાગરિકો દ્વારા કેટલી અરજીઓ કરવામાં આવી.

તે પૈકી કેટલી અરજીઓની તપાસ કરી. ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા, કેટલી અરજીઓમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું. સાઈબર ક્રાઈમની ઘટનાઓ,

મહિલા અત્યાચાર સંબંધી ગુન્હાઓ વિગેરે બાબતે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં રાજકોટ પોલીસ દ્વારા ગુન્હાઓ દાખલ કરવાનો અભિગમ અપનાવવામાં આવે છે.

જેના કારણે રાજકોટ ન તો સ્માર્ટ સિટી છે કે સેઈફ સિટી છે. માત્ર પોલીસની આંકડાની માયાજાળ અને કાગળ ઉપર જ સેઈફ સિટી બતાવવામાં આવ્યું છે. વાસ્તવિકતા દૂર છે.

Read About Weather here

એના માટે પોલીસ કમિશનરથી લઇ પી.આઈ. સુધીના અધિકારીઓએ એ.સી.ઓફીસ છોડી ફિલ્ડમાં જઈ નિષ્ઠાપૂર્વકનું વર્ક કરવું જરૂરી છે. તેમ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here