રિઝર્વ બેંક ઓફ ઇંન્ડિયાના નિર્દેશ અનુસાર બેંકો દ્વારા રાષ્ટ્રવ્યાપી જાગૃતિ કાર્યક્રમ અંર્તગત નવેમ્બર 2022ના સમગ્ર માસ દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમનાં કેન્દ્રસ્થાને ખાતેદાર હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના 12 તાલુકાઓમાં કાર્યક્રમ સંપન્ન થયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આરબીઆઇ દ્વારા હાલનાં આર્થિક વ્યવહારો પૈકી પસંદગીના વિષયો નક્કી કરાયા હતા. જેવા કે, (1) એટીએમ ટ્રાન્સઝેકશન નિષ્ફળ જાય તો શું કરવું ? (2) ખાતાઓની પાકતી મુદતની રકમ મેળવવામાં મુશ્કેલી થાય છે ? (3) તમારી જાણ વગર અનઅધિકૃત વ્યવહાર થાય છે ? (4) કોઇપણ પ્રકારની સુચના વગર શુલ્ક (ચાર્જીસ) વસુલવામાં આવે છે ? (5) બેંક તમારી ફરિયાદનું નિરાકરણ નથી કર શકતી ? સાથો સાથ બેંક, એનબીએફસી કે આરબીઆઇમાં તમારી ફરિયાદ કેવી રીતે નોંધાવવી ? તમારા ખાતામાં અનધિકૃત વ્યવહાર થાય તો શું કરવું ? બેંક અથવા એનબીએફસી દ્વારા તમારી ફરિયાદ નકારી કાઢવામાં આવે તો ક્યાં સંપર્ક કરવો ?
શું તમે ભારતીય રિઝર્વ બેંકની એકીકૃત લોકપાલ યોજના હેઠળ ફરિયાદોના મફત અને સુવિધાજનક નિરાકરણ વિશે જાણો છો ? શું તમને ગ્રાહક તરીકે તમારા અધિકારો અને જવાબદારીઓની જાણ છે ? વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે આર.બી.આઇ.ની સેન્ટ્રલ ઓફિસના ક્ધઝુમર એજ્યુકેશન એન્ડ પ્રોટેકશન ડિપાર્ટમેન્ટ દ્વારા નાણાંકીય સેવાઓના ગ્રાહક અધિકારો, આંતરિક ફરિયાદ નિવારણ પદ્ધતિ તેમજ વૈકલ્પિક ફરિયાદ નિવારણ પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ અભિયાન યોજાયેલ.
Visit Saurashtra Kranti Homepage here
આ તમામ વિષય અંગે સરળ સમજુતી માટે આરબીઆઇ દ્વારા દેશભરની તમામ પ્રકારની બેંકો અને નોનફાયનાન્સિયલ સંસ્થાઓને વિવિધ શહેર કે જીલ્લા મુજબ કેન્દ્ર ફાળવેલા હતા. બેંક દ્વારા પ્રોજેક્ટર ઉપર દરેક મુદ્દાની વિસ્તૃત સમજણ મળી રહે તેવું પ્રેઝન્ટેશન તૈયાર કરાયેલ. સ્થાનિક લેવલે આગેવાનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી તેમ યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here