રાજકોટ શહેરના કટારીયા ચોક નજીક ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં 12 માં માળે અચાનક આગ લાગતા સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન શરૂ કર્યા હતો.
Visit Saurashtra Kranti Homepage here
નવી બાંધકામ સાઈટ હોવાથી અંદર કોઈ રહેવાસ કરતું ન હતું માટે મોટી દુર્ઘટના થતા અટકી છે. પરંતુ ફ્લેટમાં અંદર ફર્નિચર માટેનો સમાન પડ્યો હોય જેમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. જો કે આગ ક્યાં કારણે લાગી તે જાણી શકાયું નથી પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો.
Read About Weather here
બિલ્ડિંગમાં આગ પ્રસરી જતા 11, 12 અને 13 એમ કુલ 3 માળમાં આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી.. મવડી રોડ, કાલાવડ રોડ અને નિર્મલા રોડ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઇટરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. રાહદારી દ્વારા કંટ્રોલમાં ફોન કરી આગ લાગવા બાબતે જાણ કરવામાં આવી હતી. બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here