રાજકોટ જીલ્લાના તમામ તાલુકા મથકોમાં સશકત સંગઠન બનાવાશે

રાજકોટ જીલ્લાના તમામ તાલુકા મથકોમાં સશકત સંગઠન બનાવાશે
રાજકોટ જીલ્લાના તમામ તાલુકા મથકોમાં સશકત સંગઠન બનાવાશે
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન દ્વારા ચેરમેન રમેશ શાહ તેમજ નેશનલ એડવાઈઝરી બોર્ડના ટી, ડી પટેલ અને ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ સોનલબેન ડાંગરિયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે હેતલબા, દિપાલીબેન વોરા, બીનાબેન મકવાણા અને દિશાબેન કાસુન્દ્રાની નિમણુંક કરવામાં આવે છે તેમજ હેમાબેન કક્કર, પારૂલબેન સાવલિયા, જોસનાબેન પંડ્યા, ચેતનાબેન શિંગાળા, હર્ષાબા જાડેજા, અલ્પાબેન મધુબેન ગોહિલ, પ્રવિણાબા જાડેજા, તેમજ યુથ વિંગમાં મયુર ટોપીયા, નિખિલ દોમડીયા, હિમાંશુ સંચાણીયા, ધવલ નાથાણી, કિશન કોરાટ, ધ્રુવીક ઢોલરીયા, મૌલિક સખીયા, પ્રશાંત ધામેલીયા, મંથન સોજીત્રા, વિરલ સોલંકી, પ્રિયેસ સોજીત્રા, વિમલભાઈ સોજીત્રાની નિમણુંક કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યલયની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, સમાજની ઉપેક્ષિત સ્ત્રીઓની સમસ્યાઓ અને સ્ત્રી શક્તિકરણના માર્ગો આ સમસ્યાના નિરાકરણમાં યોગદાન. ભારતીય નારીને કૌટુંબિક, સામાજીક, સાંસ્કૃતિક, કાયદાકીય સમસ્યાઓના ઉચિત નિરાકરણમાં તેમજ આ સંદર્ભમાં સરકારી તથા કાનૂની સહાયતા હાંસલ કરવાના કામમાં યોગદાન. આપણા સમાજના શિશુઓના વિભિન્ન પ્રશ્ર્નો જેમકે પરિવારમાં તેનો ઉછેર અનર્થ અવસ્થામાં તેના આર્થિક સામાજિક પ્રશ્ર્નો વ્યવસાયિક ક્ષેત્રે બાળ મજદુરીની વિષય સમસ્યાઓ બાળકને પોષણક્ષમ આહાર તથા તેમના શિક્ષણના અધિકારીની જાળવણી વગેરે પ્રશ્ર્નમાં આપણી સંસ્થાનું યોગદાન. આપણા સમાજમાં સદીઓથી શરાબનોશીનું જે વિષ વ્યાપ્ત છે.

Read About Weather here

તેને જળમૂળથી ઉખેડી નાખવા માટે સરકારી પ્રશાસન પ્રયત્નશીલ છે જ આમછતાં શરાબનોશીની આ સમસ્યાના ત્વરિત નિરાકરણ માટે સરકારના આબકારી ખાતાને મદદ કરવાનું પરમ લક્ષ્ય પણ આપણી આ સંસ્થાનું છે.આ તમામ લોકો સમાજના પ્રશ્ર્નોને વાચા આપશે તેમજ રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકોમાં સશક્ત સંગઠન બનાવી સમાજના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તાલુકા ક્ષેત્રો પર વિવિધ ટીમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાશે અને લોકોને થતા અન્યાય સામે પારદર્શક રીતે અવાજ ઉઠાવશે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here