રાજકોટ જીએસટી વિભાગને રૂ. 1700 કરોડની આવક થઇ ગઈ છે. હાલમાં 65 હજારથી વધુ વેપારીઓ રજિસ્ટર્ડ છે. જોકે જે વેપારીઓએ હજુ ટેક્સ નથી ચૂકવ્યો તેની પાસેથી ટેક્સ વસૂલાતની કાર્યવાહી ચાલુ છે. માર્ચ માસ પૂરો થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જે કરદાતા નિયત સમયમાં ટેક્સ નહિ ભરપાઈ કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
જોકે ટેક્સ વસૂલ કરતા અધિકારીઓ હજુ વેટના એસેસમેન્ટની કામગીરી પૂરી નથી કરી શક્યા તેની સામે કરદાતામાં રોષ જોવા મળી રહ્યો છે. ટેક્સ કન્સલ્ટન્ટોના જણાવ્યાનુસાર 6 વર્ષ પહેલાના હજુ એસેસમેન્ટના કેસ બાકી છે. જેમાં સી – એચ ફોર્મ મળતા નથી તેવા કિસ્સામાં વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. અંદાજિત 6 હજારથી વધુ કેસ બાકી છે. જીએસટી સિવાય રૂ. 117 કરોડની વેટની આવક થઇ છે.
Read About Weather here
આ ઉપરાંત એપ્રિલ 2022 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં રૂ. 31 કરોડનું વેટનું રિફંડ ચૂકવાયું છે. જ્યારે રૂ. 242 કરોડનું રિફંડ જીએસટીમાં ચૂકવાયું છે. આ સિવાય ઈન્કમટેક્સમાં પણ બાકી ટેક્સની વસૂલાતની કામગીરી ચાલી રહી છે. જીએસટી અને ઇન્કમટેક્સમાં મે માસમાં નવા ટાર્ગેટ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે જે ચાલુ વર્ષ કરતા 25 ટકા વધારે હશે. પરંતુ આ વર્ષે તો જીએસટીએ ટાર્ગેટ કરતાં વધુ વસુલાત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here