રાજકોટ જિલ્લા સિંચાઇ વિભાગમાં 134 સામે માત્ર 32 જ કર્મચારી!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ભૂપત બોદર સાહેબ! કર્મચારીઓ જ ઓછા હોય તો ‘મારૂ ગામ, પાણીવાળું ગામ’ કેવી રીતે બનશે?
જિલ્લા પંચાયતના વર્ષ 2022-23ના બજેટમાં સિંચાઇને સૌથી વધુ પ્રાધાન્ય અપાયું, પણ
બહુમાળીના નાયબ કાર્યપાલક
ઇજનેરને જિલ્લા પંચાયતનો ચાર્જ
સોંપી કામ ચલાવતું તંત્ર!

રાજકોટ જિલ્લા પંચાયતની હાલમાં મળેલી કારોબારી બેઠકમાં વર્ષ 2022-23ની બજેટની જોગવાઈમાં ગત વર્ષ કરતા લગભગ ત્રણ ગણી જોગવાઈ કરવામાં આવી હતી. જે મુજબ આ બજેટમાં સિંચાઈ માટે 2 કરોડ 80 લાખની જોગવાઈ કરવામાં આવી છે જે આગામી સામાન્ય સભામાં મુકાશે. પરંતુ મોરબી જિલ્લાના વિભાજન બાદની રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ રાજકોટ મહેકમની તા.30/04/2021 સુધીના ભરાયેલ તથા ખાલી જગ્યાની વિગત મુજબ રાજકોટ જિલ્લામાં સિંચાઈ અધિકારીઓ-કર્મચારીઓની કુલ મંજૂર થયેલ જગ્યાઓ 134 છે જેમાંથી માત્ર 32 જગ્યાઓ જ ભરાયેલી છે અને 102 જગ્યાઓ ખાલી પડેલી છે તે પત્રકમાં સાફ દેખાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરે થોડા સમય પહેલા યોજાયેલ બજેટલક્ષી સિંચાઈ સમિતિની બેઠકમાં ‘મારૂ ગામ પાણી વાળું ગામ’ યોજના બહાર પાડી હતી. ત્યારે એક એવો પ્રશ્ન થઇ રહ્યો છે કે, પત્રકમાં દર્શાવ્યા મુજબ સિંચાઈ વિભાગમાં માત્ર 32 કર્મચારી હોય તો શું મારૂ ગામ પાણીવાળું ગામ બનશે ખરૂ?

જિલ્લા પંચાયતમાં કોઈ કાર્યપાલક ઈજનેર ન હોવાથી બહુમાળી ભવનના નાયબ કાર્યપાલક ઈજનેરને જિલ્લા પંચાયત સિંચાઈ કાર્યપાલક ઇજનેરનો ચાર્જ સોપીને તંત્ર કામ ચલાવી રહ્યું છે!મોરબી જીલ્લાના વિભાજન બાદની રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ રાજકોટ મહેકમની તા.31/04/2021 સુધીના પત્રકમાં દર્શાવ્યા મુજબ સિંચાઈ વિભાગ રાજકોટમાં મંજૂર થયેલ 22 જગ્યા સામે 10 ભરાયેલી છે અને 12 જગ્યાઓ ખાલી પડી છે, સિંચાઈ પંચાય પેટા વિભાગ નં.-1 રાજકોટમાં મંજૂર થયેલ 18 જગ્યાઓ સામે 6 જ ભરાયેલી છે અને 12 જગ્યા ખાલી પડી છે, સિંચાઈ પંચાય પેટા વિભાગ નં.-2 રાજકોટમાં મંજૂર થયેલ 15 જગ્યા સામે માત્ર 2 જ જગ્યા ભરાયેલી છે અને 13 જગ્યાઓ ખાલી પડી છે,

Read About Weather here

સિંચાઈ પંચાય પેટા વિભાગ-ગોંડલમાં મંજૂર થયેલ 17 જગ્યા સામે 4 ભરાયેલી છે અને 13 ખાલી પડી, સિંચાઈ પંચાય પેટા વિભાગ-ઉપલેટામાં મંજૂર થયેલ 17 જગ્યા સામે માત્ર 1 જ જગ્યા ભરાયેલી અને 16 જગ્યાઓ ખાલી પડી છે, સિંચાઈ પંચાય પેટા વિભાગ-ધોરાજીમાં 17 જગ્યા સામે 3 જગ્યા ભરાયેલી અને 14 જગ્યા ખાલી પડી છે અને સિંચાઈ પંચાય પેટા વિભાગ-જસદણમાં 28 જગ્યા સામે 6 ભરાયેલી અને 22 જગ્યાઓ ખાલી પડી છે. જેથી જીલ્લામાં કુલ 134 જગ્યાઓ સામે માત્ર 32 જ જગ્યાઓ ભરાયેલી છે અને 102 જગ્યાઓ ખાલી પડી છે તેથી એવા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે કે, માત્ર આટલા જ કર્મચારીઓમાં જિલ્લાના સિંચાઈના કામો કઈ રીતે પુરા થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here