કેન્દ્ર સરકારની યોજનાઓને સુદ્રઢ અને અસરકારક રીતે કરવા અપાયું માર્ગદર્શન
રાજકોટ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ગુજરાત રાજ્યની મેટરનલ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર કામગીરીના સુપરવિઝન માટે કેન્દ્ર સરકારના ફેમિલી પ્લાનિંગ એડવાઇઝર ડો. એસ.કે.સિકંદરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.જેમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરો,આરોગ્ય કેન્દ્રોના મેડીકલ ઓફિસર અને કર્મચારીઓને માતૃ-બાળ કલ્યાણ સેવા તથા કુટુંબ કલ્યાણ કાર્યકમની વિવિધ સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે સૂચના આપવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ મિટિંગમાં મેટરનલ હેલ્થ અને ફેમિલી પ્લાનિંગ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાકીય કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ કામગીરી વધુ સુદ્રઢ અને અસરકારક રીતે કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read About Weather here
આ બેઠકમાં ગાંધીનગર ફેમિલી પ્લાનિંગ જોઇન્ટ ડાયરેક્ટર ડો.આર.આર. વૈદ,ગાંધીનગર ફેમિલી પ્લાનિંગ ડેપ્યુટી ડાયરેક્ટર ડો.હર્ષદ પટેલ,રાજકોટ રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડો.ચેતન મહેતા, જામનગર એ.ડી.એચ.ઑ. ડો. પી.એન.કન્નર તથા રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. નિલેષ રાઠોડ એ ઉપસ્થિત રહી અધિકારીઓ અને કર્મચારીઓને કુટુંબ કલ્યાણ વિષે માહિતગાર કર્યા હતા, તેમ રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here