સાયકલોથોન અને હેલ્થ એન્ડ વેલનેસ મેળા સંપન્ન
તા.14 ના રોજ જિલ્લામાં 293 આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર,54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 8,અર્બન હેલ્થ સેન્ટર ખાતે થી 4735 લોકો દ્વારા સ્વસ્થ મન, સ્વસ્થ ઘર, સાયકલોથોન સાઇકલ રેલી તેમજ હેલ્થ એન્ડ વેલનેસ મેળા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
Visit Saurashtra Kranti Homepage here
આજની આધુનિક, ઝડપી અને બદલાયેલ જીવન શૈલીને કારણે લોકોમાં બીન ચેપી રોગો જેવા કે લોહીનું ઉંચું દબાણ, ડાયાબિટીસ, મોઢા, સ્તન, અને ગર્ભાશયના કેન્સર, કીડનીની બીમારી, તથા હૃદય રોગ જેવી ગંભીર પ્રકારની બીમારીઓના શિકાર બને છે. આ સમસ્યાના નિરાકરણ લાવવા માટે અને લોકોના આરોગ્ય અને સુખાકારી માટે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઝુંબેશના ભાગરૂપે હેલ્થ એન્ડ વેલનેસ થીમ અંતર્ગત નવેમ્બર-2022થી ઓક્ટોમ્બર-2023 એક વર્ષનું ઝુંબેશ ટેગ લાઇન સ્વસ્થ મન સ્વસ્થ ઘર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી.
Read About Weather here
અગાઉ વર્ષમાં બે વાર નવેમ્બર અને એપ્રિલ મહિનામાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આ હેલ્થ એન્ડ વેલનેસ મેળાઓનું આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા.14 ના દરેક આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર સાયકલોથોન/સાયકલ રેલી અને હેલ્થ મેળા કરવામાં આવ્યા જેમાં સાયકલોથોન/સાયકલ રેલીમાં કુલ 355 સેન્ટરોમાંથી 4735 લાભાર્થીઓ જોડાયેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here