રાજકોટ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો 28મી જાન્યુઆરીથી પ્રારંભ

જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે: ઉમેદવારોએ ST બસ માટે ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે…!
જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે: ઉમેદવારોએ ST બસ માટે ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે…!
રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ રાજકોટ જિલ્લામાં તા.28 જાન્યુઆરી 2023થી શહેરના વિવિધ 9 કડિયાનાકાઓ ખાતે થશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરના ગંજી કડિયાનાકું-હનુમાન મંદિરની પાછળ શ્રીરામ વે બ્રિજ સામે આજી ચોકડી(ગંજીવાડા), 150 ફૂટ રિંગ રોડ બાલાજી હોલની સામે, બોરડી નાકું મવડી મેઈન રોડ માલવિયા પોલિસ ચોક, 150 ફૂટ રિંગ રોડ ખોડિયાર હોટેલ પાસે મવડી ચોકડી, નીલકંઠ કડિયાનાકું ભક્તિનગર પોલીસ સ્ટેશન ગેટ પાસે, પાણીના ઘોડા પાસે બાલક હનુમાન મંદિર પાસે, સેટેલાઈટ, 150 ફૂટ રિંગ રોડ રૈયા ચોકડી હનુમાન મઢી તરફ પાણીની ટાંકી પાસે, રામરણુજા કોઠારિયા રોડ, શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ગેટ પાસે શાપર કડિયાનાકું વગેરે ખાતે તબક્કાવાર શરૂ થશે.

Read About Weather here

શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત વર્ષ 2021થી શહેરમાં આશરે 10695 જેટલા શ્રમિક નોંધાયેલા છે. શ્રમિકોને પોષણક્ષમ તેમજ ગુણવત્તાસભર ભોજન મળી રહે તે માટે આ યોજના થકી શ્રમિક પરિવારો માટે રાજ્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજકોટ શહેરમાં અલગ અલગ 9 જેટલા સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ઈ-નિર્માણ કાર્ડ નંબર અથવા ક્યુઆર કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ.5માં ટોકન આપવામાં આવે છે. શ્રમિકને પોતાના ટિફિનમાં અથવા જમવા માટે ભોજન અપાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here