સી.આર.પી.સી.એક્ટ હેઠળની કામગીરીની સમીક્ષા કરતા કલેકટર
રાજકોટ જિલ્લાની કાયદો વ્યવસ્થા સમિતિની સમીક્ષા બેઠક કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં પ્રાંત કચેરી કક્ષાએ તેમજ મેજીસ્ટેરીયલ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને પેન્ડિંગ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
કલેકટરએ સંબંધિત અધિકારીઓને નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત જાહેરનામાની અમલવારી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સી.આર.પી.સી.એક્ટ હેઠળની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
Read About Weather here
આ બેઠકમા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી ઠક્કર, પ્રાંત અધિકારીઓ સર્વે સંદિપ વર્મા, સૂરજ સુથાર,કે. જી.ચૌધરી, વિવેક ટાંક, જે.એન. લિખિયા, રાજેશ આલ તેમજ વરીષ્ઠ પોલીસ અધિકારીઓ અને સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here