રાજકોટ જિલ્લાના વિકાસ માટે મુખ્યમંત્રી સાથેનો સંવાદ પરિણામ રૂપ સાબિત થશે : ભુપત બોદર

રાજકોટ જિલ્લાના વિકાસ માટે મુખ્યમંત્રી સાથેનો સંવાદ પરિણામ રૂપ સાબિત થશે : ભુપત બોદર
રાજકોટ જિલ્લાના વિકાસ માટે મુખ્યમંત્રી સાથેનો સંવાદ પરિણામ રૂપ સાબિત થશે : ભુપત બોદર

વિકાસલક્ષી અસરકારક રજૂઆતોના નિરાકરણ માટે મુખ્યમંત્રીની વિભાગોને સુચના

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે જિલ્લા પંચાયતના પદાધિકારીઓનો પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી અને કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા આ સંમેલનમાં હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ પરિસંવાદ કાર્યક્રમમા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામો જેવા કે રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગની દરખાસ્તને ઝડપી મંજૂરી આપવા અંગે, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ ગામથી ગામને જોડતા નોન પ્લાન રોડ રસ્તાઓ ગઢકા ખાતે નવનિર્માણ થવા જઈ રહેલા અમુલ ફેડ-2 પ્લાન્ટ માટે જરૂરી એવા ગઢકાથી ફાડદંગ અમુલ જોઈનિંગ રોડને વાઇડનીંગ કરવા અંગે ,રાજકોટ તાલુકાના 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ થી વધુ સમયથી રીસર્ફેસ ન થયા હોય તેવા પ્લાન ,નોન પ્લાન રસ્તાઓની દરખાસ્ત મંજૂર થવા અંગે ,ગ્રામ્ય વિસ્તારમાં મંજૂર થતા નવા રોડ રસ્તાઓની ટ્રીટમેન્ટ તથા થીકનેસ જૂની ટ્રાફિક પેટર્ન ના બદલે હાલના સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વાહનોની અને મોટા પ્રમાણમાં ટ્રાફિકની અવરજવર રહેતી હોય નવી ટ્રાફિક પેટર્ન પ્રમાણે વધારે થિકનેસ અને ગુણવત્તા યુક્ત રોડ રસ્તાઓ બનાવવા અંગે,જિલ્લા પંચાયત સ્વ ભંડોળમાંથી ગ્રામ્ય વિસ્તારમાં બાંકડાઓ મુકવા અંગે,રાજકોટ જિલ્લાના રૂડા વિસ્તારના ગામોમાં PMJAY યોજના અંતર્ગત નિર્માણ થયેલા આવાસોના બાકી હપ્તાઓની ગ્રાન્ટ રિલીઝ કરવા અંગે ,રાજકોટ તાલુકાના વિવિધ નવા એસ.ટી.રૂટો ચાલુ કરવા તેમજ જુના રૂટો પુન: શરૂ કરવા અંગે તેમજ કસ્તુરબા ધામ ત્રંબા ખાતે નવા એ.ટી.બસ સ્ટેન્ડ અંગે લેખિત રજૂઆત કરી હતી.
આ તમામ રજૂઆતોના નિરાકરણ અંગે મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયત પદાધિકારીઓ તરફથી આપવામાં આવેલ વિકાસલક્ષી અસરકારક સૂચનો અંગે જેતે વિભાગ અને અધિકારીઓને જરૂરી અમલ માટે સૂચના આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here