રાજકોટ જિલ્લાના બાળકોને સુપોષિત કરતા 882 મધ્યાહન ભોજન કેન્દ્રો

રાજકોટ જિલ્લાના બાળકોને સુપોષિત કરતા 882 મધ્યાહન ભોજન કેન્દ્રો
રાજકોટ જિલ્લાના બાળકોને સુપોષિત કરતા 882 મધ્યાહન ભોજન કેન્દ્રો

1,06,864 વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે મધ્યાહન ભોજનનો લાભ

સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય તે હેતુસર એક સમાન અઠવાડિક આરોગ્યપ્રદ ભોજન મેનુ

સરકારી પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના બાળકોનું પોષણ સ્તર વધારવા, શિક્ષણનો વ્યાપ વધારવા, સમાજની એકરૂપતા જાળવવા તેમજ બાળકોમાં સ્વચ્છતાના ગુણ કેળવવા શાળાઓમાં ભણતા બાળકોને ગરમ મધ્યાહન ભોજન આપવાની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા 1984 થી અને કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓગષ્ટ 1995થી કરવામાં આવી હતી.

આ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી અમલમાં છે. ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન(સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ) ઇકોનોમિક અફેર્સ (CCEA) એ તા.29/09/2021 ની બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાનું પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ (PM POSHAN) યોજના તરીકે નવું નામાભિધાન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા ડેપ્યુટી કલેકટર સુરજ સુથારએ જણાવ્યું હતું કે,રાજકોટ જિલ્લામાં કુલ સંખ્યા 883 શાળાઓ આવેલી છે.જેમાં જેતપુર તાલુકામાં નવી સાંકળી અને જૂની સાંકળી વચ્ચે એક કેન્દ્ર સહિત કૂલ 882 શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રો આવેલા છે. નવેમ્બર-2022 સુધીમાં ધો.1 થી 5 માં 84397, ધો.6 થી 8 માં 47750 સહિત કુલ 1,32,147 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાંથી 1,06,864 વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લઈ રહ્યા છે.

Read About Weather here

રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં ઘઉં, ચોખા, કપાસિયા તેલ, ચણા તેમજ તુવેરદાળનો જથ્થો ગોડાઉનથી એમ.ડી.એમ. કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે.આ યોજનાના અસરકારક અમલીકરણ સાથે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય તે હેતુસર એક સમાન અઠવાડિક મેનુ નક્કી કરવામાં આવ્યું છે.આ મેનુમાં આરોગ્ય પ્રદ આહારમાં પ્રથમ ભોજનમાં વેજીટેબલ ખીચડી, થેપલા-સુકીભાજી, વેજીટેબલ પુલાવ, દાળ-ઢોકળી, દાળ-ભાત જયારે નાસ્તામાં સુખડી, ચણાચાટ, મિક્સ દાળ, કઠોળ સહિત ગુણવત્તા યુક્ત ભોજન આપવામાં આવે છે.

વિકાસશીલ વયજૂથના બાળકોનું પોષણ ધોરણ ઉંચુ આવશે
આ યોજનાના પરિણામે વિકાસશીલ વયજૂથના બાળકોનું પોષણ ધોરણ સારા એવા પ્રમાણમાં ઉંચુ આવશે તથા આરોગ્ય પાછળના ખર્ચમાં ઘટાડો થશે.પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને મધ્યાહન ભોજન આપવાથી એ માનવ વિકાસ સૂચક આંકને ઉંચો લઈ જવા તથા ગરીબી નિવારણ અંગેના રાજ્યના પ્રયત્નોને પુરક બળ મળશે. અધવચ્ચે શાળા છોડી જનારને રોકવા અને સામાન્ય હાજરીમાં સુધારો કરવા ઉપરાંત મધ્યાહન ભોજન દ્વારા વધારે વિદ્યાર્થીઓને ખાસ કરીને સમાજના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શાળા તરફ આકર્ષિત કરે છે.આ યોજના દરેક ગામમાં પુરક રોજગારીની તકો પૂરી પાડી સામાજિક અને રાષ્ટ્રીય ઐકય સાધવાનું એક પગલું બની ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here