રાજકોટ ખાતે બેડ સાથેની તમામ સુવિધાયુક્ત મોડર્ન હોસ્પિટલ તાત્કાલીક બનાવવા માંગ કરાઇ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાની ખાસ ઉપસ્થિતીમાં “અમૃતકાલ બજેટ- 2023” અંગે પરિસંવાદ કાર્યક્રમનું તા.12ને રવિવારના રોજ સયાજી હોટલ, કાલવાડ રોડ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વેપા2-ઉદ્યોગકારો અને વિવિધ એસોસીએશનના હોદ્દારો ઉપસ્થિત રહેલ.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃધ્ધિ વધારવા માનનીય સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર ડો. પ્રદિપભાઈ ડવ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ તથા ગૌસેવા આયોગના પુર્વ ચેરમેન વલ્લભભાઈ કથિરીયા ઉપસ્થિત રહેલ, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ જણાવ્યું હતું કે અમૃતકાલનું આ પ્રથમ બર્જેટ દેશના અર્થતંત્રને 100% આગળ ધપાવશે તેમજ આ બજેટથી નાનાથી માંડી મોટા તમામ વર્ગને ફાયદો થશે. સાથો સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવા માટે ઉદ્યોગ જગતનો વિકાસ કરવો પડશે તેવું આહવાન કરેલ. ભારત દેશને જી-20ની અધ્યક્ષતા પ્રાપ્ત થયેલ છે ત્યારે આપણા માટે ગૌરવની વાત કહેવાય અને આવનારા સમયમાં ભારત દેશ વિશ્વની મહાસત્તા પ્રાપ્ત કરે તે માટે કદમ સે કદમ મિલાવી સૌ પાસ કરીશું, તેમજ કોરોનાની કપરી પરિસ્થિતીમાં દેશની જનતાને મહામારીમાંથી ઉજાગર કરવા અને સુરક્ષીત-સલામત રહે તે માટે આત્મનિર્ભર બની કોરોનાની વેકસીન ભારતમાં જ બનાવી દેશની 130 કરોડની જનતાને વેકશીનના ડોઝ આપી વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને 150 થી વધારે અન્ય દેશોને પણ આપણી વેકશીન આપી મદદરૂપ બનેલ છે.
Read About Weather here
વધુમાં પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવ્યું કે સરકાર આપણે આંગણે હોય અને કેન્દ્રના આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહયા હોય ત્યારે મહાજન તરીકે આપણી વેપારઉદ્યોગકારોની માંગણી મુકવી જ પડે ત્યારે રાજકોટ ચેમ્બરની વર્ષોની માંગણી પેન્ડીંગ હોય પાસે જગ્યા ઉપલબ્ધ છે તો કોર્પોરેટ સબ રીજીઓનલ ઓફિસ તાત્કાલીક શરૂ કરવી જેથી રાજકોટ-સૌરાષ્ટ્રના કામદારોને અમદાવાદ સુધી ધકકા ન ખાવા પડે અને નાણાં તથા સમયનો વ્યય ન થાય. સાથો સાથ ઊજઈંઈ ની હાલની હોસ્પિટલ મૃતપાય હાલત તેમજ અસુવિધાયુક્ત અને માત્ર પ0 બેડની જ હોય રાજકોટ ખાતે બેડ સાથેની તમામ સુવિધાયુક્ત મોડર્ન હોસ્પિટલ તાત્કાલીક બનાવવા માંગણી મુકવામાં આવેલ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here