રાજકોટ-ગોવાની ડેઈલી ફ્લાઈટ શનિવારથી ફરી શરૂ થશે!

રાજકોટ-ગોવાની ડેઈલી ફ્લાઈટ શનિવારથી ફરી શરૂ થશે!
રાજકોટ-ગોવાની ડેઈલી ફ્લાઈટ શનિવારથી ફરી શરૂ થશે!
રાજકોટથી ગોવા જતી હવાઈ સેવા નવેમ્બર માસમાં ખોરવાઈ હતી, પરંતુ હવે શનિવારથી આ હવાઇ સેવા ફરી પાછી શરૂ થશે. ડિસેમ્બરમાં નાતાલને લઈને ગોવા જવા માટે મુસાફરોનો ધસારો વધારો રહેતો હોય છે. ત્યારે આ ટ્રાફિકનો લાભ એરલાઈન્સને મળશે.

Visit Saurashtra Kranti Homepage here

શનિવારથી હવે આ ફ્લાઈટ નિયમિત ઉડાન ભરશે.વિન્ટર શિડ્યૂલમાં નવેમ્બર મહિનામાં રાજકોટ-ગોવાની ફ્લાઇટ 15 દિવસ જ ઉડાન ભરી હતી. ત્યારબાદ રદ કરવામાં આવી હતી. જેને કારણે મુસાફરોને અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું. આ ફ્લાઈટમાં ટ્રાફિક વધારે રહેતો હોય આમ છતાં તેને રદ કરવામાં આવતા મુસાફરોને મુશ્કેલી પડતી હતી.

Read About Weather here

જોકે હવે ફ્લાઇટ શરૂ થતા મુસાફરોની સુવિધામાં વધારો થશે. હાલ ફ્લાઇટ માટે વિન્ટર શિડ્યૂલ લાગુ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ અગાઉના સમય મુજબ જ ઉડાન ભરશે. રાજકોટ એ દેશ- દુનિયા સાથે વ્યાપાર કનેક્શન ધરાવે છે. ત્યારે દિલ્હી, મુંબઈ, ગોવા સિવાય બીજા શહેર કે જ્યાં સીધું વેપાર કનેક્શન છે ત્યાંની ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here