દેશભરના નામાંકિત ન્યુરોસર્જન ભાગ લેશે, ગુજરાતના પીઢ ન્યુરોસર્જન્સનું લાઇટ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન: ડો. હેમાંગ વસાવડા
રાજકોટ ન્યુરોસર્જન્સ એસોસિએશન દ્વારા સોસાયટી ઓફ ન્યુરોસર્જન્સ ઓફ ગુજરાતના સહયોગથી રાજકોટમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આ કોન્ફરન્સમાં ગુજરાત ઉપરાંત દેશભરના નામાંકિત ન્યુરોસર્જન્સ ભાગ લેશે એમ એસોસિએશનના પ્રમુખ અને જાણીતા ન્યુરોસર્જન ડો. હેમાંગ વસાવડાની યાદીમાં જણાવાયું છે કે, આવતીકાલ તા. 4 થી બે દિવસ માટે હોટલ સિઝન્સ ખાતે ન્યુરોસર્જનોની કોન્ફરન્સમાં દેશભરના નામાંક્તિ ન્યુરોસર્જનો દ્વારા ગુજરાતના ન્યુરોસર્જનો સાથે મગજની સારવાર વિશે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે.
દેશભરમાંથી 22 જેટલાં વરીષ્ઠ ન્યુરોસર્જન ખાસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી યુવા ન્યુરોસર્જનોને મગજના વિવિધ રોગ, નિદાન અને તેની વિશ્ર્વકક્ષાની સારવાર વિશે માર્ગદર્શન આપશે. કોન્ફરન્સમાં મગજની જુદી જુદી ગાંઠો, મગજના કેન્સર, મગજની નળીને લગતા વિવિધ રોગ, મણકાના રોગ અને તેની આધુનિક સારવાર વિશે નિષ્ણાત તબીબો માર્ગદર્શન આપશે. 19થી વધુ યુવા ન્યુરોસર્જન પોતાના સંશોધન પેપર રજુ કરશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ન્યુરોલોજીની અખિલ ભારતીય કમિટિ દ્વારા કોન્ફરન્સને રાષ્ટ્રીયસ્તરની કોન્ફરન્સ જાહેર કરવામાં આવી છે. જે રાજકોટ ન્યુરોસર્જન્સ એસોસિએશન માટે ગૌરવની વાત છે.
કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના પીઢ ન્યુરોસર્જનોનું લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા દેશના ન્યુરોસર્જનો મુંબઈના ડો. પી. એસ.રામાણી, ડો. બી. કે. મીશ્રા, ડો. અનીલ કારાપુરકર, લંડનથી ડો. પ્રજ્ઞેશ ભટ્ટ સહિત અનેક નામાંકિત ન્યુરોસર્જન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.
Read About Weather here
કોન્ફરન્સના ચેરમેન ડો. હેમાંગ વસાવડા રાજકોટ ન્યુરોસર્જન્સ એસોસિએશનના માનદ્ સંચાલક ડો. પ્રકાશ મોઢા, કોષાધ્યક્ષ ડો. રાજેન્દ્ર ત્રિવેદી, પેટ્રન ડો. કિરીટ શુકલ, ડો. નિમિષ ત્રિવેદી, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. કાંત જોગાણી, ડો. કાર્તિક મોઢા, ડો. દિનેશ ગજેરાના માર્ગદર્શન હેઠળ યુવા ન્યુરોસર્જન્સની ટીમના ડો. વિક્રાંત પુજારી, ડો. હાર્ટ વસાવડા, ડો. સચીન ભિમાણી, ડો. ત્રિશાંત ચોટાઈ સહિતની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે.સોસાયટી ઓફ ન્યુરોસર્જન ઓફ ગુજરાતના પ્રમુખ ડો. તુષાર સોની અને સેક્રેટરી ડો. દેવેન ઝવેરીનો આયોજનમાં સહયોગ મળી રહ્યો છે. કોન્ફરન્સના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે. તેમ યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here