રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બદલતો મૌસમનો મિજાજ

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બદલતો મૌસમનો મિજાજ
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બદલતો મૌસમનો મિજાજ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગઈકાલથી વાતાવરણમાં અજીબોગરીબ પલ્ટો જોવા મળ્યો છે. ગુરૂવારે સવારમાં સમયે ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું અને શિયાળાનાં પ્રારંભ જેવું ખુશ્નુમા વાતાવરણ જોવા મળ્યું હતું.જો કે બપોરથી ફરી આકરો તાપ શરૂ થઇ જતા લોકો પરસેવે ન્હાયા હતા સાંજે ફરી સૂર્ય મહારાજનાં વાદળો સાથેના ઉલ્ટાપુલ્ટા જોવા મળતા સાંજે ગરમી ઓછી અનુભવાઈ હતી. આ રીતે સૌરાષ્ટ્રનું મૌસમ અજીબોગરીબ પલટા લઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે સવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું અને હવામાં ભેજનું પ્રમાણ 88 ટકા રહ્યું હતું. પવનની ઝડપ પણ પ્રતિકલાક 18 કિ.મી. નોંધાઈ હતી. જેના કારણે સવારનું વાતાવરણ સાવ અનોખું રહ્યું હતું. ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રમાં થતા ફેરફારો એ સારા સંકેત નથી. આજે રાજકોટ, જામનગર, ભાવનગર સહિતનાં શહેરોમાં અને કચ્છમાં જાણે શિયાળો શરૂ થવાનો હોય એવી રીતે ધુમ્મસ છવાઈ ગયું હતું અને લોકોમાં આશ્ર્ચર્ય ફેલાયું હતું. અત્યારે ચૈત્ર મહિના ચાલે છે ત્યારે ગયા વર્ષે તાપમાન 44 ડિગ્રી સુધી વધી ગયું હતું તો આ વર્ષે મૌસમનો મિજાજ અકળ બન્યો છે.

Read About Weather here

સવારે લગભગ અડધા કલાક સુધી ધુમ્મસ રહ્યા બાદ સૂર્યનાં દર્શન થવા પામ્યા હતા.એ પછી બપોરથી ફરી ભારે ગરમી શરૂ થઇ હતી. તાપમાનની વાત કરીએ તો આજે રાજકોટમાં 41.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.5, અમદાવાદમાં 41.5, ભુજમાં 41.1, કંડલા એરપોર્ટ પર 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here