રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ …

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...

છેલ્લા 24 કલાકમાં મહાનગરમાં 378 નવા કેસો નોંધાયા: છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં નવા 4400થી વધુ નવા કેસ: જાહેર બાગ-બગીચા અને બજારોમાં હજુ ભીડનાં દ્રશ્યો

રાજકોટ કલેકટર કચેરીમાં 3 કર્મચારીઓ કોરોના સંક્રમિત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં શહેરોમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના મહામારીનાં કેસોમાં રોજેરોજ વધારો નોંધાઈ રહ્યો છે અને રાજકોટમાં તો આગની જ્વાળાઓની જેમ કોરોના સંક્રમણ પ્રસરી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 4400 થી વધુ કેસો નોંધાયા છે. જયારે રાજકોટ મહાનગરમાં પાછલા એક સપ્તાહનાં સૌથી વધુ વિક્રમી 378 નવા કોરોના કેસ નોંધાતા પરિસ્થિતિ ગંભીર બનતી જણાય છે. અલબત સંક્રમિત થતા મોટાભાગનાં તમામ ઘરે જ સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારની ટકાવારી ઘણી ઓછી છે.

રાજકોટમાં બેકાબુ બનતા કોરોનાનાં તા.17 ને સોમવારે બપોર સુધીમાં જ 125 જેટલા કેસો નોંધાય ગયા હતા. જેના પરથી ભય સૂચક સંકેતો મળી રહ્યા છે કે કોરોના મહામારી ફરી એકવખત ત્રીજાવેવનાં રૂપમાં રોકેટ ગતિથી મહાનગરમાં પ્રસરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરમાં કુલ કેસોની સંખ્યા 46588 થઇ ગઈ છે. તેની સામે અત્યાર સુધીમાં 43674 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે. પોઝિટિવિટિ રેટ પહેલીવખત છેલ્લા એક સપ્તાહથી 2.91 ટકાની સપાટી પર યથાવત રહ્યો છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મહામારીનાં કેસોમાં આવી રહેલો ઉછાળો બીજાવેવની કળવી સ્મૃતિઓને તાજી કરી રહ્યો છે. પરંતુ શહેરોમાં મંદિરો, જાહેર સ્થળો, બાગ-બગીચા અને બજારોમાં ભીડ ઓછું થવાનું નામ લેતી નથી.

કેસો વધતા જોઇને હવે માસ્ક પહેરીને બહાર નીકળતા લોકોની સંખ્યા થોડી ઘણી વધી છે. છતાં હજુ મોટી સંખ્યામાં લોકો કોરોના પ્રોટોકોલનાં ધજાગરા ઉડાવી રહ્યા છે.

Read About Weather here

સમાજની વચ્ચે રહેતા નાગરિક તરીકે તમામ વર્ગની અને લોકોની એ ફરજ બને છે કે પોતાના અને અન્યોનાં જાહેર સુખાકારીનાં હિતમાં માસ્ક, સામાજીક અંતર, સેનીટાઈઝેશન જેવા નીતિ નિયમોનું સખ્તાઈથી પાલન કરવું જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here