રાજકોટ: અધિકારીઓ એસી ચેમ્બરનો મોહ છોડી ટ્રાફિક સમસ્યા હલ કરશે?

રાજકોટ: અધિકારીઓ એસી ચેમ્બરનો મોહ છોડી ટ્રાફિક સમસ્યા હલ કરશે?
રાજકોટ: અધિકારીઓ એસી ચેમ્બરનો મોહ છોડી ટ્રાફિક સમસ્યા હલ કરશે?
રાજકોટ: રાજકોટમાં રોજ સવારે અને સાંજે શહેરમાં લટાર મારવા નિકળો તો શહેરીજનોના અસહય પીડા દાયક અને શિરદર્દ બનતા જતા ટ્રાફિકના ગંભીર પ્રકારના જામનો તુરંત ખ્યાલ આવી જશે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યારે શહેરમાં ચારેય ખુણે અને શહેરની મધ્યમાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે જેના કારણે વાહન વ્યવહાર માટે ચાલુ રહેલા અન્ય તમામ માર્ગો, શેરી-ગલીઓના આડ રસ્તાઓ પર વાહન લઇને પસાર થવાનું કાર્ય

અતિષય પીડા દાયક હેરાન કરનારૂ અને જોખમી બની જવા પામ્યું છે. કામકાજના સ્થળે કે નોકરી-ધંધે પહોંચવામાં લોકોને કલાકો નિકળી જાય છે. શહેરની ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે જેમની જવાબદારી છે

એવા પોલીસ અને ટ્રાફિક પોલીસના જવાબદાર વિભાગો પાસે જાણે કોઇ આયોજન ન હોય એવી રીતે વાહનોનો બેફામ ખડકલો થઇ જતો હોય છે અને શહેરીજનો પારાવાર હાડમારી સવાર-સાંજ ભોગવી રહયા છે.

ટ્રાફિક ઝડપથી કિલીયર થઇ જાય અને લોકોને અને વાહન ચાલકોને ઓછામાં ઓછી હેરાજગતિ થાય એવી નક્કર યોજનાના અભાવથી શહેરીજનો તોબા પોકારી ગયા છે.

ટ્રાફિક તંત્રના સ્ટાફ પાસે પણ કોઇ દિશા નથી અને એમને દિશા સુચન પણ કરવામાં આવતું ન હોય એવું લાગે છે.

Read About Weather here

તંત્રની અણધડ અને કલ્પના વગરની વૈજ્ઞાનિક કામગીરીના અભાવે રોજ હજારો શહેરીજનો પીડા સહન કરી રહયા છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે એસી ચેમ્બરનો મોહ છોડવો જોઇએ તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છછે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here