રાજકોટમાં લાંબા સમય બાદ ગયા સપ્તાહે ડેન્ગ્યુ અને મેલેરીયાનો એક- એક કેસ નોંધાતા મનપાનાં આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઈ છે. મચ્છરજન્ય રોગચાળો આગળ ન વધે એ માટે શહેરભરમાં મનપાની ટીમો દ્વારા ફોગીંગ સહિતની કામગીરી વેગવાન બનાવવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
મનપાની આરોગ્ય શાખા અને મેલેરીયા વિભાગની યાદી અનુસાર ગયા એ સપ્તાહ દરમ્યાન લાંબા સમય બાદ ડેન્ગ્યુનો એક અને મેલેરીયાનો એક કેસ નોંધાયો છે. આ રોગ મચ્છરને કારણે ફેલાતો હોય છે. આથી આરોગ્ય તંત્ર પણ સાવધ બન્યું છે અને લોકોને પણ સતર્ક રહેવા તથા મચ્છરોની ઉત્પતિ રોકવા સાફ-સફાઈ જારી રાખવા તાકીદ કરવામાં આવી છે.
મનપાની યાદી મુજબ ગયા એક સપ્તાહ દરમ્યાન ઝાડા-ઉલ્ટીનાં 106 કેસ, શરદી-ઉધરસનાં 186 કેસ અને સામાન્ય તાવનાં 78 નવા કેસ નોંધાયા છે. માનવીની જીવનશૈલી સાથે સંકળાયેલા ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે મનપા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ચોખ્ખા પાણીનાં પાત્રો ઉઘાડા રાખવાથી મચ્છરોની ઉત્પતિ થતી હોય છે. આથી સાવચેતી રાખવા અને સતત સાફ-સફાઈ કરતા રહેવા મનપાએ શહેરીજનોને અનુરોધ કર્યો છે.મચ્છરોની ઉત્પતિ અટકે એ માટે ગયા અઠવાડિયે 14856 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે અને 114 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોની વધુ ઘનતાવાળા વિસ્તારો ગુંદાવાડી, ધ્રુવનગર, સુભાષનગર, મુરલીધર સોસાયટી,
Read About Weather here
પટેલનગર, ક્રિષ્ના પાર્ક, ગોપાલનગર, સોલવન્ટ ક્વાર્ટર, વાલ્મીકી સફાઈ કામદાર આવાસ, રેલનગર, પ્રમુખસ્વામી પાર્ક, કેવડાવાડી વગેરે વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી ફોગીંગ કરવામાં આવ્યું હતું.રહેણાંક અને કોમર્શીયલ એવા 301 આવાસો અને સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને મચ્છરોની ઉત્પતિ બદલ 352 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here