રાજકોટમાં મંગળવારે એન.એન. પેટ્રોકેમિકલ્સના વેપારીને ત્યાં આઈટી વિભાગે દરોડાની કામગીરી શરૂ કરી હતી. જે ગુરુવારે પૂર્ણ થઇ છે. ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસના અંતે રૂ.15 લાખ રોકડા મળી આવ્યા છે અને ચાર લોકર સીઝ કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
સીઝ કરેલા લોકર આગામી દિવસોમાં ખોલવામાં આવશે. જોકે જ્યાં ટેક્સચોરી માલૂમ થઈ છે તેના દસ્તાવેજો- રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જે અમદાવાદ-મુંબઈ મોકલવામાં આવશે.આ અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ચાર દિવસ સુધી એન. એન. પેટ્રોકેમિકલ્સના વેપારીના ઘરે અને ઓફિસ બન્ને સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. 20થી વધુ અધિકારીઓ તપાસ માટે જોડાયા હતા.
Read About Weather here
આવક- જાવકના દસ્તાવેજો, હિસાબી સાહિત્યો વગેરેની ચકાસણી કરવામાં આવી છે. લોકરમાં રોકડ-જ્વેલરી વગેરે હોવાનું અનુમાન છે. જોકે કેટલી કિંમતની રોકડ અને જ્વેલરી છે તેનો અંદાજ ખોલ્યા બાદ જ જાણી શકાશે. માર્ચ મહિનો નજીક આવતાં જ રાજકોટ ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here