રાજકોટમાં CBIએ પાંચ લાખની લાંચ લેતા કેન્દ્રના અધિકારીને ઝડપ્યો

રાજકોટમાં CBIએ પાંચ લાખની લાંચ લેતા કેન્દ્રના અધિકારીને ઝડપ્યો
રાજકોટમાં CBIએ પાંચ લાખની લાંચ લેતા કેન્દ્રના અધિકારીને ઝડપ્યો
રાજકોટની ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના એક ટોચના ઓફિસરને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ડાયરેક્ટ સીબીઆઇએ ઝડપી લીધા છે. રૂપિયા પાંચ લાખની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ સંયુક્ત ડીજીએફટી ડાયરેક્ટરેટરે જનરલ ઓફ ફોરેન ટ્રેડ રાજકોટની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટના ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલા ડીજીએફટી ઓફિસના ચોથા માળે ઓફિસ સીલ કરી સીબીઆઇએ ઝડપી લીધા છે. લાંચ માંગવાના આરોપમાં સંયુક્ત ડીજીએફટી, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ, રાજકોટના અધિકારી સામે કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પાસેથી 9 લાખ માંગ્યા હતા. વધુમાં ફરિયાદીએ NOC આપવા DGFT, રાજકોટને ફૂડ કેનની સમયાંતરે નિકાસના તમામ જરૂરી દસ્તાવેજો ધરાવતી 6 ફાઇલો સબમિટ કરી હતી જેથી તેમની લગભગ રૂપિયાની બેંક ગેરંટી બહાર પાડી શકાય. પાપ્ત વિગતો મુજબ આરોપીઓએ પ્રથમ હપ્તા પેટે 5 લાખ અને ફરિયાદીને બાકીની રકમ NOC સોંપતી વખતે આપવાનો હતો.

Read About Weather here

CBIએ છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા રંગે હાથે દબોચી પાડ્યો હતો. ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. આરોપીની રાજકોટ અને તેના વતન સહિત ઓફિસ અને રહેણાંક જગ્યાઓ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. પકડાયેલ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here