નલિયામાં 6 ડિગ્રી, કચ્છમાં 7 ડિગ્રી, પાટણમાં 8 ડિગ્રી તાપમાન
બાળકો, વૃધ્ધો અને બીમારોની કાળજી રાખવા તથા ઘરની બહાર નહીં નીકળવા દેવા તંત્રની તાકીદ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં હાડ ધ્રુજાવતી કાતિલ ઠંડીનું મોજું વધુ ઉગ્ર બનતા ઠંડીને કારણે જનજીવન ઠુંઠવાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે કોલ્ડવેવની પરિસ્થિતિ અસહ્ય બની ગઈ છે. લોકોને દિવસે પણ ઘરમાં પુરાઈ રહેવાની અને 24 કલાક ગરમ વસ્ત્રોમાં ઢબુરાઈ રહેવાની ફરજ પડી છે. કાતિલ ઠંડીએ જનજીવન અસતવ્યસ્ત કરી નાખ્યું છે. રાજકોટ સહિત અનેક શહેરોમાં સિંગલ ડીજીટમાં તાપમાન નોંધાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
છેલ્લા બે દિવસથી ઠંડીનું મોજું વધુ ધ્રુજાવી દેનારૂ બન્યું છે અને લઘુતમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થઇ ગયો છે. પરિણામે કચ્છ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે રાબેતા મુજબ સૌથી ઠંડુ શહેર કચ્છનું નલિયા અને ગાંધીનગર રહ્યા હતા. નલિયામાં 6.8 ડિગ્રી, કચ્છમાં 7 ડિગ્રી, ગાંધીનગરમાં 7 ડિગ્રી, રાજકોટમાં 9.7 ડિગ્રી, પાટણ અને બનાસકાંઠામાં 8- 8 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી, અમરેલીમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં તો સવારથી પ્રતિકલાક 10 કિમીની ઝડપે ઠંડા પવન ફૂંકતા રહેતા આખું શહેર જાણે ઠરીને ઠીકરૂ થઇ ગયું.
Read About Weather here
ગુજરાતમાં પણ ઠંડીનું વાતાવરણ જળવાયેલું રહે છે. આજે અમદાવાદમાં 10.5 ડિગ્રી, દીવમાં 11, સુરતમાં 14.2, વડોદરામાં 13.4, દ્વારકામાં 15.4, પોરબંદરમાં 11, વેરાવળમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં અસાધારણ રીતે આકરી ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. જેના કારણે વાયરલ ઇન્ફેકશનના દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા છે. શરદી- ઉધરસ અને તાવના સેંકડો કેસ નોંધાઈ રહ્યા છે. લોકોને આકરી ઠંડીથી બચવા માટે પર્યાપ્ત ઉપાયો કરતા રહેવા અને ખાસ કરીને બાળકો, વૃધ્ધો તથા બીમારોનું ખાસ ધ્યાન રાખવા અને એમને બિનજરૂરી રીતે ઘરની બહાર ન લઇ જવા આરોગ્યતંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here