રાજકોટમાં 60 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રી નીચે…!

યુરોપમાં 1500 લોકોના મોત
યુરોપમાં 1500 લોકોના મોત
મે માસના ગત સપ્તાહ સુધી 42 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહ્યું. માર્ચ મહિનામાં જ આકરા ઉનાળાની શરૂઆત થઇ હતી. આ વખતે સિઝનનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું. વિન્ડ પેટર્ન બદલાતા છેલ્લા બે દિવસથી ગરમીમાં રાહત મળી છે. શનિવારે 40 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયા બાદ રવિવારે તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો આવતા મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી રહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આમ 60 દિવસ બાદ રાજકોટમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ તાપમાન ક્રમશ: ઘટશે. બપોરે પવનની ઝડપ 43 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. આજે પણ પવનનું જોર વધારે રહેશે. તેવી સંભાવના વર્તાઈ રહી છે. રવિવારે ભાવનગરમાં 41 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બાકીના બધા જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે ગયું હતું.

Read About Weather here

અમરેલીમાં 37.6, દ્વારકા 31.4, મહુવા 34.2, કેશોદ 35.2, ઓખા 33.00, પોરબંદર 34.6, વેરાવળ 33.6, દીવ 32.9 સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં સવારે લઘુતમ તાપમાન 29.8 ડિગ્રી રહ્યું હતું. . બપોરના સમયે પવનની ઝડપ વધારે રહેવાને કારણે ધૂળની ડમરીઓ ઊડી હતી. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here