કલેકટરે બપોરે ર વાગ્યે ‘અકિલા’ સાથેની અનૌપચારીક ટેલીફોનીક વાતચીતમાં ઉમેર્યુ હતું કે અમે લોકમેળો યોજી રહયા છીએ પરંતુ સામે કોવીડની કન્ડીશન પણ જોઇશું, જો કોરોનાના કેસો વધશે તો નિર્ણય ફરી શકે છે.આજે કલેકટરશ્રીના અધ્યક્ષપદે લોકમેળા કમીટીની મહત્વની મીટીંગ મળી હતી. તેમાં તા.૧૭ થી ર૧ ઓગષ્ટ એમ પ દિવસનો રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે લોકમેળો યોજવા નિર્ણય લેવાયો છે. આખરે રાજકોટમાં કલેકટર તંત્ર દ્વારા યોજાતો જગવિખ્યાત લોકમેળો ફાઇનલ થયો છે. કોરોનાને કારણે સતત બે વર્ષ સરકારે મેળાની મંજુરી આપી ન હતી. પરંતુ હવે કોરોનાના જુજ કેસો આવી રહયા છે.
Visit Saurashtra Kranti Homepage here
જનજીવન પણ ધબકવા માંડયું છે. અને તેના પરીણામે રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટ-સૌરાષ્ટ્રની પ્રજા આનંદ વિભોર બની જાય અને સાતમ-આઠમનો તહેવાર મન ભરીને માણી શકે, મેળામાં મ્હાલી શકે તેવો નિર્ણય લઇ રાજકોટનો લોકમેળો યોજવાનું ફાઇનલ કરી નાખ્યું છે.૧૭મીએ રાંધણછઠ્ઠનો દિવસ છે અને સવારે ૧૦ વાગ્યે ઉદઘાટન બાદ મેળો શરૂ થઇ જશે. પ દિવસમાં અંદાજે ૧ર થી ૧પ લાખ લોકો લોકમેળો -સાતમ-આઠમના તહેવારોનો આનંદ માણશે.દરમિયાન અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે રાજકોટના લોકમેળા માટે કલેકટર દ્વારા પાણી-સ્વચ્છતા-મંડપ-લાઇટ-ડેકોરેશન- કાર્યક્રમ-સુરક્ષા-ફુડ સેફટી વિગેરે સંદર્ભે અલગ-અલગ ૧૨ કચેરીઓની રચના કરી લેવાઇ છે.
દરેક કમીટીના વડાને કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું. લોકો આ મેળાનો મન ભરીને આનંદ લઈ શકે તેવા નક્કર પ્રયાસો સાથે કલેકટરશ્રીએ સમિતિના અધ્યક્ષોને કામગીરી કરવાની સૂચના આપી હતી. જાહેર જનતાની સુરક્ષા અર્થે સી.સી.ટી.વી. કેમેરા, ફાયર સેફટી, આરોગ્ય સુવિધા, કંટ્રોલ રૂમ અને ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવાની કામગીરી અંગે ખાસ સુચના આપી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર, નાયબ કલેકટરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read About Weather here
લોકમેળાના ફોર્મ-સ્ટોલ વિગેરે અંગે હવે જુનના આખરમાં નિર્ણય લેવાશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું. લોકમેળો ૧૭ ઓગષ્ટ બુધવારથી તા.ર૧ ઓગષ્ટના રવિવાર એમ પ દિવસનો રહેશે.નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કરે મીટીંગની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, સંભવિત તા.૧૭ ઓગસ્ટ થી તા. ૨૧ ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. જે અંગે નિવાસી કલેકટરશ્રી દ્વારા લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરાજી સમિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક પાર્કિગ નિયમન સમિતિ, ફાયર સેફટી અને સાંસ્કળતિક અને ઉદ્ધાટન કાર્યક્રમ સમિતિ સહિતની સમિતિઓની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here