અહિ તપાસમાં તેના પેટમાં ૯ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. શહેરના મોરબી રોડ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક બાળાને ગઇકાલે પેટમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલ ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
એ પછી રાત્રીના તેણીએ બાળક (પુત્ર)ને જન્મ આપ્યો હતો. તે કુંવારી મા બની હોઇ તબિબે પોલીસને જાણ કરી હતી. બાળા કુંવારી મા બની તેની તપાસનું પગેરૃ પોરબંદર સુધી પહોંચવાની વકી છે.
સોળ વર્ષની બાળાએ પુત્રને જન્મ આપ્યો હોઇ અને અગાઉ તે પોરબંદર સગાને ત્યાં ગઇ ત્યારે સગાના બે છોકરા મારફત જ પોતે સગર્ભા થયાનું તેણીએ કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોરબંદર પોલીસને જાણ કરી હતી.
આ બાળાના સગા કે જે પોરબંદર રહે છે તેનું ઓપરેશન કરાવ્યું હોઇ જેથી મદદ કરવા માટે તેણી ત્યાં રોકાઇ હતી. એ પછી હાલમાં તે રાજકોટ માતા-પિતા સાથે રહેતી હતી.
ગઇકાલે તેણીને પેટના દુઃખાવા સાથે દાખલ કરાઇ હતી અને બાળકને જન્મ આપ્યો હતો. બાળાએ કહ્યું હતું કે પોરબંદરમાં સગાના ઘરે હતી આ બનાવમાં હાલ કોઇ ગુનો નોંધાયો નથી.
Read About Weather here
જાણવા જોગ એન્ટ્રી રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોરબંદર પોલીસમાં નોંધાવી હોઇ જેથી તપાસ હવે હાથ ધરાશે.ત્યારે સગાના જ બે છોકરાઓને લીધે પોતાની આ હાલત થઇ હતી. પોરબંદર પોલીસ આ બાળક કોનું એ જાણવા ડીએનએ સહિતની કાર્યવાહી કરાવે તેવી શકયતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here