રાજકોટમાં 11 ‘ભાગ્યલક્ષ્મીઓ’ સન્માનભેર પ્રભુતામાં પગલા માંડશે

રાજકોટમાં 11 ‘ભાગ્યલક્ષ્મીઓ’ સન્માનભેર પ્રભુતામાં પગલા માંડશે
રાજકોટમાં 11 ‘ભાગ્યલક્ષ્મીઓ’ સન્માનભેર પ્રભુતામાં પગલા માંડશે

‘શેર વિથ સ્માઈલ’ સર્વસેવા સંસ્થાનું સમગ્ર સમાજને દિશા ચીંધતા સમૂહલગ્નનું આયોજન રાજકોટમાં 11 ‘ભાગ્યલક્ષ્મીઓ’ સન્માનભેર પ્રભુતામાં પગલા માંડશે

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે જ તા.18 ને શનિવારે શહેરમાં યોજાનારો યાદગાર સમારંભ

આયોજકો સુરજ ડેર, નીખીલ પોપટ, કેયુર રૂપારેલ અને વિવેક બોરીચાની અનોખી જહેમત રંગ લાવી

91 એવોર્ડથી સન્માનિત સેવા સંસ્થા શાનદાર કરિયાવર તો આપશે જ પણ સાથે સાથે સાત ફેરાની લગોલગ સાત સંકલ્પ પણ કરાવશે

સેવા સંસ્થાનો પ્રથમ સમૂહલગ્નોત્સવ ‘ભાગ્યલક્ષ્મી’ ના વિવાહમાં જોડાઈ જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓ ગર્વભેર સંસારની નવી ઇનિંગ શરૂ કરશે

રાજકોટમાં સ્વૈચ્છિક સેવા સંસ્થાઓ દ્વારા સમૂહલગ્નોનાં થઇ રહેલા આયોજનોમાં શેર વિશે સ્માઈલ (એનજીઓ) દ્વારા તા.18ને શનિવાર (મહાશિવરાત્રી)એ યોજાનારો સમૂહલગ્નોત્સવ પ્રેરક, અનુકરણિય અને સીમાચિહ્નરૂપ બની રહેશે. રાજકોટનાં ન્યૂ રેસકોર્ષ સામેના ન્યુ- 150 ફૂટ રીંગ રોડ પરના ગોકુલ પાર્ટી-પ્લોટમાં યોજાનારા અવસર એવી 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. જેમના માટે જીવન જ એક સંઘર્ષ સમાન રહ્યું. કરૂણતાથી ભરેલી જીવનની ઘટમાળમાં ઘડાયેલી અત્યંત જરૂરિયાતમંદ ક્ધયાઓને આ સમૂહલગ્નોત્સવ ગૃહપયોગી ચીજ-વસ્તુઓનો પર્યાપ્ત કરિયાવર તો અપાશે જ, સાથો સાથ લગ્નનાં સાત ફેરા સાથે વર્તમાન સમયને અનુરૂપ એવા સાત સંકલ્પો પણ લેવડાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

અ-જોડ સંકલ્પોમાં (1) વ્યાજ, દહેજ અને કુ-રિવાજોને તિલાંજલિ, (2) જળ, જમીન અને જંગલ જેવી પર્યાવરણીય રાષ્ટ્રીય સંપદાનું જતન, (3) રક્તદાન, મૃત્યુ પશ્ર્ચાત દેહદાન અને નેત્રદાન (4) સ્ત્રી-ભૃણ હત્યા નહીં કરવાની પ્રતિજ્ઞા, (5) મતદાનમાં જાગૃતિ દાખવી શ્રેષ્ઠ રાષ્ટ્રનો નિર્માણમાં નાગરિકી ફર્જ બજાવવી, (6) વ્યસન-મુક્ત જીવન અને (7) સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને સાર્થક કરવો….વગેરે મુખ્ય છે.
નોંધનીય છે કે, શેર વિશે સ્માઇલ નામની રાજકોટની આ સેવા સંસ્થા વર્લ્ડ રેકોર્ડ-ઇન્ડિયા સહિત કુલ 91 જેટલા એવોર્ડથી સમ્માનિત છે. અનાથ દીકરા-દીકરીઓને દરવર્ષે શૈક્ષણિક ફી અને શૈક્ષણિક કીટનું વિતરણ, વિધવા માતા-બહેનોને અનાજ-કરિયાણું આપવા ઉપરાંત વિધવા સહાયના સરકારી ફોર્મ ભરવામાં મદદગાર થવું, કુ-પોષિત, બાળકોને પ્રતિમાસ પોષણ યુક્ત આહારની કીટ, ઝૂંપડપટ્ટીના બાળકોને વારે- તહેવાર ભાવતાં ભોજન, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સિવિલ હોસ્પિટલ સંગે રકતદાન, દિવ્યાંગ બાળકોને ટ્રાઇસીકલ્સ વિતરણ, સંસ્થાના હોદ્દેદારો દ્વારા પોતિકા જન્મદિન કે લગ્નની એનવર્સરી કે સ્નેહીજનોની પુણ્યતિથિએ અન્ય ખર્ચાઓ અટકાવી ઝૂંપડપટ્ટીમાં વસતા તેમજ આંગણવાડીના બાળકો સાથે જમણવાર યોજવા તેમજ નિયત સમયે શહેરનાં વિધ-વિધ વિસ્તારોમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવા જેવા અનેકવિધ સેવાકીય પ્રકલ્પો કરતી સંસ્થા દ્વારા આગામી તા.18ને શનિવાર (મહાશિવરાત્રી) એ યોજાનારા સમૂહલગ્ન પણ સર્વ સમાજ માટે પ્રેરક હશે. તેમ આયોજકો સર્વ સૂરજ ડેર, હેડલાઇન દૈનિકના યુવા એકિઝકયુટીવ નિખિલ પોપટ, કેયૂર રૂપારેલ તેમજ વિવેક બોરીચા વગેરેએ જણાવ્યું હતું. આ અવસરે પ્રભુતામાં પગલાં પાડનારી દીકરીઓને રાજય સરકારની કુંવરબાઇની મામેરા સહિતની યોજનાનો લાભ પણ આપવામાં આવશે. સર્વપ્રકારનાં લાભોથી લાભાન્વિત થનારી દીકરીઓ ખરાઅર્થમાં આ અવસર થકી પોતાને ‘ભાગ્યલક્ષ્મી’ અનુભવે તેમ હોઇ, સમૂહલગ્નોત્સવના આયોજકોએ અવસરને ‘ભાગ્યલક્ષ્મી’ એવું નામ આપ્યું તે પણ સાર્થક છે.

Read About Weather here

શેર વિથ સ્માઇલ (એનજીઓ)ના આયોજકોએ ઉમેર્યુ હતું કે, સમૂહલગ્નનો લાભ ભલે જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ લેવાની હોય પરંતુ ખાનગી પાર્ટી પ્લોટમાં આયોજીત સમૂહલગ્નોત્સવમાં એ-ગ્રેડનો લાઇટિંગવાળા લગ્નમંડપ, ભવ્ય ડેકોરેશન, લાઇવ ઓર્કેસ્ટ્રા, ફાયર વર્કસ, સેલ્ફી ઝોન જેવા તમામ આકર્ષણો થકી લગ્નોત્સવની લાભાર્થી દીકરી અને તેમના પરિજનો લેશમાત્ર લઘુતાગ્રંથી અનુભવે નહીં તેનું પણ ખાસ ધ્યાન અપાયું છે. અનન્ય એવા આ અવસરે દાન-પુણ્યનો લાભ લેવા ઇચ્છુકે તેમજ સંસ્થા વિશે વિશેષ માહિતી ઇચ્છુકે સંસ્થાના પ્રમુખ કપિલભાઇ પંડ્યા (મો.નં.99099 60423) પર સંપર્ક કરવા આયોજકો સૂરજ ડેર, નિખિલ પોપટ, કેયૂર રૂપારેલ અને વિક્રમ બોરીચાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here