રાજકોટમાં હેલ્મેટ નિયમનો કડક અમલ શરૂ, 100 થી વધુ પોલીસ કર્મીઓને દંડ

રાજકોટમાં હેલ્મેટ નિયમનો કડક અમલ શરૂ, 100 થી વધુ પોલીસ કર્મીઓને દંડ
રાજકોટમાં હેલ્મેટ નિયમનો કડક અમલ શરૂ, 100 થી વધુ પોલીસ કર્મીઓને દંડ

પોલીસ બેડાથી જ નિયમના કડક અમલની શરૂઆત કરાવતા ડીસીપી, હવે તમામ સરકારી કચેરીઓની બહાર પણ ચેકિંગ શરૂ કરાશે

રાજકોટ શહેરમાં હેલ્મેટના નિયમના ચુસ્તપણે અમલની શરૂઆત પોલીસ બેડાથી જ કરાવવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી જોરદાર ઝુંબેશ શરૂ કરીને હેલ્મેટ ન પહેરવા બદલ શહેર પોલીસમાં ફરજ બજાવતા 100 થી વધુ પોલીસ કર્મીઓને જ દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે અને લોકોનો સહકાર માંગ્યો છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, પોલીસની ઝુંબેશનો હેતુ માત્ર દંડ ફટકારવાનો નથી પણ હેલ્મેટના નિયમનો અમલ કરાવવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્યું હતું કે, વાહનચાલકો માટે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે. મોટાભાગના અકસ્માતના કિસ્સાઓમાં હેલ્મેટ નહીં પહેરવાને કારણે વાહનચાલકનું મોત થાય છે. ત્યારે લોકો હેલ્મેટનો ઉપયોગ કરતા થાય ત્યારે ટ્રાફિક પોલીસ સક્રિય છે. હાલમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. તે દરમ્યાન લોકોને અને શાળાના બાળકોને પણ ટ્રાફિકના નિયમોની સમજણ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા હેલ્મેટ સાથે બાઈકરેલી કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડીસીપી પૂજા યાદવે સ્પષ્ટ જણાવ્યું છે કે, પોલીસની સાથે- સાથે તમામ બાઈક ચાલકોએ પણ હેલ્મેટ પહેરવું પડશે. એ માટે લોકોનો સહકાર જોઈએ છે.

પૂજા યાદવે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં તમામ વાહન ચાલકો 100 ટકા હેલ્મેટ પહેરે એ માટે પોલીસ કામગીરી કરી રહી છે. જો કે પોલીસનો હેતુ માત્ર દંડ કરવાનો નથી. કડક કાર્યવાહીથી જરૂર હેલ્મેટ પહેરાવી શકાય છે અને દંડ વસુલી શકાય છે. પરંતુ લોકોનો સાથ સહકાર ખૂબ જરૂરી છે. લોકો સામે ચાલીને હેલ્મેટનો ઉપયોગ કરે એ જરૂરી છે. ટ્રાફિક પોલીસ જાગૃતિ લાવી લોકોને વિશ્ર્વાસમાં લેશે અને ત્યારબાદ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Read About Weather here

રાજકોટ પોલીસે પોલીસ હેડક્વાટર ખાતે હેલ્મેટ ઝુંબેશનું આયોજન કર્યું હતું અને ઝુંબેશ દરમ્યાન પોલીસ અને પોલીસ પરિવારના 100 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે શહેરીજનોને પણ હેલ્મેટ પહેરવાની વિનંતી કરવામાં આવી છે. નહિતર આગામી દિવસોમાં દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે પણ હેલ્મેટના નિયમની કડક અમલવારી કરવા માટે તાકીદ કરી હતી અને સરકારનો ખુલાસો પણ માંગ્યો હતો. હાઈકોર્ટના નિર્દેશને પગલે હવે રાજ્યભરમાં હેલ્મેટ અંગે કડક અભિયાન શરૂ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here