રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિ ઉજવાશે

રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિ ઉજવાશે
રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિ ઉજવાશે
આગામી તા.3-5 ને મંગળવારના રોજ ભગવાન શ્રી વિષ્ણુજીના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા ભગવાનશ્રી પરશુરામજીના પ્રાગટય દિવસ નિમિતે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા રાજકોટના માધાપર સ્થિત ઈશ્ર્વરીયા મહાદેવ મંદિર ખાતે ભગવાનશ્રી 52શુરામજીની મહાઆરતી તેમજ બ્રહ્મચોર્યાસીનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ જીલ્લાના પ્રમુખ પંકજભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ શહેર યુવા પ્રમુખ દિપકભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં ગઈકાલે ગત તા.15 ના રોજ રાજકોટની હળવદ બોડીંગ ખાતે યોજાય ગયેલ મિટિંગમાં રાજકોટના તમામ તળગોળોના પ્રમુખો તેમજ વિવિધ સંસ્થાઓના બ્રહ્મ અગ્રણીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે સંસ્થાનાં જીલ્લા પ્રમુખ પંકજભાઈ રાવલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા તમામ બ્રાહ્મણોની માતૃ સંસ્થા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા યોજાનાર હોય જેમાં રાજકોટના વસતા દરેક તળગોળના તમામ સભ્યો ઉમંગભરે પોતાના આરાધ્ય દેવના જન્મ ઉત્સવમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવતા ખૂબજ આનંદ અનુભવું છું. શહેર યુવા પ્રમુખ દિપક ભટ્ટ વધુમાં જણાવ્યું હતું કે, દરેક તળગોળના અગ્રણીઓ આ કાર્યક્રમના આયોજનમાં સામેલ હોય જેથી એના દ્વારા સોશિયલ મીડીયા કે અન્ય કોઈપણ માધ્યમથી મોકલેલ આમંત્રણ રૂબરૂ મળ્યા તુલ્ય સમજી સહપરિવાર પધારી આ કાર્યક્રમને ભવ્ય બનાવવા આપ સૌને અનુરોધ છે

Read About Weather here


આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના હોદેદારો સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી (મિલનભાઈ શુકલ, દિપકભાઈ ભટ્ટ, અમિતભાઈ ખીરા, નિશ્ર્ચલભાઈ જોષી, સીમાબેન જોષી, ધમીષ્ટાબેન વ્યાસ, જલ્પાબેન દવે સમાજના અગ્રણીઓ દિપેનભાઈ જોષી, જનાર્દનભાઈ આચાર્ય, દિપકભાઈ સુડીયા, સૌલેશભાઈ દવે, નિરંજનભાઈ દવે, અજયભાઈ સાતા, અતુલભાઈ જોષી, હરીશભાઈ જોષી, ભાવીનભાઈ, જયસુખભાઈ ભટ્ટ, રાજુભાઈ દવે તેમજ રાજકોટમાં વસતા તમામ તળગોળના પ્રમુખઓ તેમજ અગ્રણીઓ જમહેનત ઉઠાવી રહ્યા છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here