રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોને પૂરતો રાશનિંગનો જથ્થો નહીં મળતા આક્રોશ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ શહેર-જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોને ચાલુ મહિનો પૂરો થવા આવ્યો છે છતાં હજુ સુધી લાભાર્થીઓને વિતરણ કરવા માટેનો પૂરતો રાશનિંગનો જથ્થો નહીં મળતા ઉહાપોહ મચી ગયો છે અને રાજકોટ શહેર એફ.પી.એસ. (ફેર પ્રાઈઝ શોપ્સ) એસોસિએશન દ્વારા રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત રાશનના જથ્થામાં ઘટ, ફાટેલા બારદાન, નબળી ગુણવત્તાના તુવેરદાળ અને ધઉં સહિતની સમસ્યાઓને નિવેડો લાવવા માંગણી કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મે અને એપ્રિલ માસમાં પૈસા ભરેલ છતાં હજુ રાજકોટ શહેર અને જિલ્લામાં હજુ માલ 60 ટકા જથ્થો જ દુકાનમાં મળેલ છે. તેમાં પણ કેટલાક વેપારીઓને રેગ્યુલર જથ્થો મળેલ છે તો ગરીબ કલ્યાણ યોજનામાં રાજય અને કેન્દ્રએ બેમાંથી એક જ જથ્થો મળેલ છે. આજે ચાલુ માસની 24 તારીખ સુધીમાં જથ્થો મળેલ નથી. આખરમાં 6 દિવસમાં વિતરણ કેવી રીતે કરવું? દરરોજ દુકાને ગ્રાહક અને દુકાનદારોને ઝગડા થાય છે. માટે ચાલુ માસમાં જથ્થો કયારે મળશે અને બાકીના દિવસોમાં જો વિતરણ ન થઈ શકે તો તેના માટે અમારે શું કરવું તે બાબતની જાણકારી આપશો. જથ્થા માટે અગાઉ પણ એક વર્ષ સમયસર જથ્થો ન મલવાને કારણે અમો ખુબ જ પરેસાન થયેલા છીએ. જથ્થો આપવાની કોઈ તારીખ જ આપવામાં આવતી નથી. આખર તારીખમાં જ માલ મળતો હતો.

વધુમાં જણાવ્યું છે કે, ડોર સ્ટેપ ડિલેવરીની મજુરી સરકારમાંથી ટેન્ડર આપવામાં આવે છે. તેનું બીજુ અમારા કમિશનમાંથી કાપી અને મજુરી સરકાર જ આપે છે છતાં પણ અમારે મજુરી ચુકવવી પડે છે. આ માંગણી બે વર્ષથી છે છતાં પણ ન્યાય મળતો નથી. જથ્થામાં બે કિલોથી વધારે એક 50 કિલોની ગુણમાં ઘટ આવે છે. તે પણ જુની માંગણી છે. ચાલુ માસમાં બારદાન ખુબજ ફાટેલા આવેલા છે. તેમાં પણ વજનમાં ઘટ આવશે તો બાબતે યોગ્ય કરવા વિનંતી છે.

આ ઉપરાંત તુવેરદાળ બાબતે અવારનવાર દુકાનદારોને જો રેશનકાર્ડ ધારકોને દાળ લેવામાં ખરાબ આપવામાં આવે છે. તો તેના માટે દુકાનદાર સામે પગલા આવે છે. આ બાબતે દુકાનદારો કયાંય જવાબદાર નથી. કારણકે તે જથ્થો એજન્સી દ્વારા ગોડાઉનમાંથી જ આપવામાં આવે છે તેમાં ખરાબ નિકળે તો એજન્સી જવાબદાર છે. આ બાબતે દુકાનદારને શા માટે પરેશાન કરવામાં આવે છે.

સરકાર તુવેરદાળ ગરીબ અને મધ્યમ વર્ગને સારા અભિગમથી દાળ આપવામાં આવે છે. પરંતુ જે એજન્સી દ્વારા જ દાળ નબળી ગુણવતાની આપવામાં આવે છે. જેના પરીણામે સરકાર તેમજ દુકાનદારોને બદનામી મળે છે માટે એજન્સી સામે પગલા લેવામાં આવે, કારણકે નબળી દાળ આપવાથી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આવી દાળ બાળકો, વૃધ્ધ, સગ્રભા મહિલાના આરોગ્યને નુકશાન પહોંચે છે. માટે પગલા લેવા જરૂરી છે. ચાલુ માસમાં જે દુકાનમાં દાળનો સ્ટોક હોય તેમાં ખરાબદાળના દ્વારા ગોડાઉનમાં જમા કરવામાં આવે અને નવી દાળ આપવામાં આવે. જેથી સ્ટોકનની જરૂરીયાત હોય તેટલી જ આપવામાં આવે છે.

તુવેરદાળ આપવા તો ઘંઉ જયારે નબળા કક્ષાના આવે ત્યારે દુકાનદાર તંત્રને જાણ કરશે. સામે પગલા લેવા કરતા ગોડાઉનમાં જથ્થાની ચકાસણી કરવા વિનંતી અગાઉ પણ 90 દિવસ સસ્પેન્ડ અને જથ્થો સીઝ કરવાના પગલા લેવામાં આવે આ બાબતે યોગ્ય કરવા વિનંતી છે.ચાલુ માસે દુકાનોખાતે અત્યાર સુધીમાં મોડો પહોચ્યો હોય અથવા પહોચ્યો ન હોય ત્યારે ગ્રાહકો તરફથી ફરિયાદા કરવામાં આવે છે તેમાં દુકાનદારો કસુરવાર ન હોય જે બાબતે યોગ્ય કરવા વિનંતી છે. તેમ રાજકોટ શહેરના ઋઙજ એસોસિએશન અંતમાં જણાવ્યું છે.

Read About Weather here

શહેર-જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોને ચાલુ મહિનો પૂરો થવા આવ્યો છે છતાં હજુ સુધી લાભાર્થીઓને વિતરણ કરવા માટેનો પૂરતો રાશનિંગનો જથ્થો નહીં મળતા ઉહાપોહ મચી ગયો છે અને રાજકોટ શહેર એફ.પી.એસ. (ફેર પ્રાઈઝ શોપ્સ) એસોસિએશન દ્વારા રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here