રાજકોટ ખાતે દંતાલી આશ્રમનાં વિશ્ર્વ વિખ્યાત સ્વામી સચ્ચિદાનંદજીને ‘પદ્મભૂષણ’ એવોર્ડ ભારત સરકાર દ્વારા તેમની વૈચારિકતા, સામાજિક સેવા, શૈક્ષણિકતાની ઉત્તેજના બદલ એનાયત કરવામાં આવ્યો હતો, જે અન્વયે સમગ્ર ગુજરાતના શ્રીમાળી બ્રાહ્મણ સેવકો દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના 47 શહેરોના શ્રીમાળી બ્રહ્મ સેવકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ પ્રભાવી તંદુરસ્ત વાતાવરણમાં તમામ શહેરોના પ્રતિનિધિઓ દ્વારા સ્વામીજીને પુષ્પગુચ્છ, હાર, સાલ, મોમેન્ટો, બૂકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.સૌપ્રથમ સ્વામીજી અને અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતુ. ત્યારબાદ સમગ્ર ગુજરાતના શ્રીમાળી બ્રાહ્મણો દ્વારા 92 દીપ પ્રાગટ્ય કરી મહાલક્ષ્મી માતાજી સ્વામીજીની મહા આરતી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
સ્વામીજીની આજે 92 વર્ષની ઉંમર છે, માટે 92 દીપ પ્રાગટ્ય દ્વારા સ્વામીજીના દીર્ઘાયું માટે માતાજીને પ્રાર્થના કરી હતી. સ્વાગત – પ્રાસંગિક વક્તવ્ય શ્રીમાળી બ્રાહ્મણ સમાજ – રાજકોટના અધ્યક્ષ ડો. રાજેશ ત્રિવેદીએ કરતા જણાવેલું કે આજે સૌ ઉપસ્થિત ગુજરાતભરના શ્રીમાળી બ્રાહ્મણોને નત મસ્તક આવકારીએછીએ. જ્યારે સ્વામીજીના તેમના જન્મથી અત્યાર સુધીના સેવાકીય, વૈચારિક ક્રાંતિ, શૈક્ષણિકતાની વાતો ખૂબ પ્રભાવી ભાષામાં રજૂ કરી કહેલ કે આજ સુધી સ્વામીજીએ 46 રાષ્ટ્રોના પ્રવાસ 12 થી વધુ વખત કરી ચુક્યા છે. તે પણ હકારાત્મક વૈચારિકતાને સાથે રાખીને સાથે તેઓએ બનારસ વિશ્ર્વ વિદ્યાલયમાં 1966માં વેદાંતાચાર્યની પદવી ગોલ્ડ મેડલ સાથે પ્રાપ્ત કરી છે. જેમાં જે વૈચારિક ક્રાંતિની બેનમૂન બાબતો જેવી કે માણસને માણસ જ માનવો – માનવીએ સેવક બનવું. વાસ્તવિકતા વાદી બનવું- બળવાન બનો- વૈચારિક બનો-સાચા ને સાચું કહી- જેમાં તેમણે બળવાનતાને ખૂબ જ ઉત્તેજન આપ્યું છે.સ્વામીજીને અનેક રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા છે. જેમાં દધીચિ એવોર્ડ, આનર્ત એવોર્ડ, શ્રી ગાંધીયા એવોર્ડ, દિવાળીબેન મહેતા એવોર્ડ સામેલ છે.
Read About Weather here
આ સમયે સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહેલ, તેમને પણ આવકારી સાલ – પુષ્પથી સ્વાગત કરાયું હતું.સ્વામીજી સચિદાનંદે જણાવેલું કે, આજે શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ગુજરાતના ખૂણે ખૂણે વસતા જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી મારૂ સન્માન કરવામાં આવેલ છે જે ખૂબ પ્રેરક છે. આ સન્માનથી તમામ એવોર્ડ કરતા પણ વધારે હું રાજી થયો છું અને તેમણે કવિશ્રી માધ કે જેઓ શ્રીમાળી બ્રાહ્મણ હતા તેમની ખૂબ જ પ્રેરક વાતો કહી હતી. આજે શિક્ષણ, શિસ્ત અને સંગઠનની ખૂબ જ તાતી જરૂરિયાત છે, શિક્ષણ અને સંગઠન વિના સમાજ કદી પ્રભાવિ થઈ શકશે નહીં માટે શિક્ષણ અને સંગતે ચોક્કસ ઉત્તેજના આપો તેવું જણાવેલ હતું. સાથે સાથે સંગઠનને સમાજમાં સ્થાન આપો, અંદરો અંદરની લડાઈને જાકારો આપો, અને જે સારો, સાચો અને નીતિમત્તા વાળો વ્યક્તિ હોય તેને સ્વીકારો અને યોગ્ય ચોક્કસ સ્થાન આપો. હું પોતે પણ શ્રીમાળી બ્રાહ્મણ છું એટલે આજે મારો સમાજ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હોય તે ખૂબ સારી અને પ્રશંસા ને લાયક બાબત છે. એકીસાથે આટલી વિશાળ સંખ્યામાં સમાજ એકી સાથે ઉપસ્થિત થયેલ તે ખરેખર પ્રશંસાને પાત્ર છે, અને પ્રથમ બનાવ છે. આવી 45 મિનિટ સુધી તેની પ્રભાવી વાણી દ્વારા સમાજને ખૂબ ક્રાંતિકારી, મનનીય અને બૌધિક વક્તવ્ય આપેલ હતું.કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ, જ્યારે સમગ્ર ગુજરાતના શ્રીમાળી બ્રાહ્મણોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here