રાજકોટમાં શેરીએ ગલીએ ડેન્ગ્યુ રોગચાળાના ધામા, એક સપ્તાહમાં નવા 49 કેસ

રાજકોટમાં શેરીએ ગલીએ ડેન્ગ્યુ રોગચાળાના ધામા, એક સપ્તાહમાં નવા 49 કેસ
રાજકોટમાં શેરીએ ગલીએ ડેન્ગ્યુ રોગચાળાના ધામા, એક સપ્તાહમાં નવા 49 કેસ

ચિકનગુનિયા અને મેલેરીયાના પણ 3 કેસ નોંધાયા, આરોગ્ય તંત્ર દ્વારા ભારે દોડધામ: ઠેરઠેર આરોગ્યની ટુકડીઓ દ્વારા ફોગીંગ અને પોરાનાશક કામગીરી અવિરત ચાલુ
લોકોને રોગચાળાથી બચવા માટે ઘરે-ઘરે જઇ સમજણ આપતી મનપા આરોગ્ય વિભાગની ટુકડીઓ
ડેન્ગ્યુના રોગમાંથી ઝટ છૂટકારો મેળવવાના ઉપાયો પર એક નજર

પ્રમાણમાં હુંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં મચ્છર જન્ય રોગચાળો એકધારો આગળ વધી રહયો છે. પરિણામે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુની બિમારીએ ધામા નાખી દીધા હોય તેમ ગઇ તા.25 થી 31 ઓકટોબર સુધીમાં 7 દિવસના ગાળામાં ડેગ્યુના નવા 49 કેસ નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સાથે સાથે ચિકનગુનિયાના અને મેલેરીયાના ત્રણ કેસ મનપા અને મેલેરીયા વિભાગના ચોપડે નોંધાયા હતા. મનપા દ્વારા શહેરભરમાં તાકિદના ધોરણે ફોગીંગ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.

લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. મનપાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ જેવા રોગોને નિયંત્રિક કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહયા છે.

મપા આરોગ્ય શાખાની યાદી જણાવે છે કે, ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા હોવાથી સર્જાયેલા જાહેર આરોગ્યના પડકારને પહોંચી વળવા માટે રોગચાળો ફેંલાતો રોકવા ધનીષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

ગત એક સપ્તાહમાં જ 44186 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જયારે 6143 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરનું જીવન ચક્ર આમ તો ટુંકુ હોય છે પણ પુન: ઉત્પતી ઝડપી હોવાથી રોગનો ફેલાવો થોડા સમયમાં ઝડપથી થતો હોય છે.

શહેરી વિસ્તારમાં લોકોને આરોગ્ય પ્રતિ બેદરકારી અને સાફ સફાઇના અભાવથી મચ્છરોને પ્રજનન માટે ચોખ્ખા પાણીના પાત્રો મળી રહે છે. આથી ચોખ્ખા પાણીના તમામ વાસણો ઢાંકીને રાખવા લોકોે તાકિદ કરવામાં આવી છે.

મચ્છરોની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન વડે ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. ગયા સપ્તાહમાં વોરા સોસાયટી, વાકાનેર સોસાયટી, લલુડી ઓકળી, કેનાલરોડ,

માસ્ટર સોસાયટી, ગુલાબ નગર, અટીકા ઉદ્યોગ વિસ્તાર, શ્રમજીવી સોસાયટી, કરણપરા, મનહર પ્લોટ, ગીતા નગર અને કોઠારીયા કોલાની વગેરે વિસ્તારોમાં મશીનથી ફોગીંગ કરવામાં આવ્યું હતું.

ડેન્ગ્યુ રોગચાળો અટકાવવા રહેણાંક મકાનો, દુકાનો, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગીક એકમો, વગેરે સ્થળે પણ મચ્છરોના ઉત્પતી સ્થાન દુર કરવા ચકાસણી કરવામાં આવી હતી

અને કામગીરી કરવામાં આવી હતી. જયાં મચ્છર ઉત્પતી જોવા મળે ત્યારે નોટીશ ફટકારીને વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો. બાંધકામ સ્થળો, શાળા, હોસ્પિટલો, હોટેલ, હોસ્ટેલ, ભંગારના ડેલા, સેલર, હોલ અને વાડી, ધાર્મીક સ્થળો, પેટ્રોલ પમ્પો, પાર્ટી પ્લોટ , સરકારી

કચેરીઓમાં સઘન ચકાસણી કરવામાં આવી હતી. આવા 121 કોર્મ્સીયલ સ્થળો પર ચકાસણી કરીને 79 નોટીશ આપવામાં આવી હતી અને ત્રણ આસામીઓ પાસેથી રૂ.10 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

રહેણાંક વિસ્તારમાં 1141 આસામીને નોટીશો આપીને રૂ.40200નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.રાજકોટ: રાજકોટ મહાનગરમાં છેલ્લા બે-ત્રણ સપ્તાહથીડેન્ગ્યુનો રોગચાળો વધુને વધુ વકરી રહયો છે.

એવા સમયે લકોએ આ રોગથી ડરી જવાને બદલે તાત્કાલીક નિદાન અને સારવાર કરાવી લેવા જોઇએ. એલોપેથીક અને આયુર્વેદના કેટલાક નિષ્ણાંતોએ આપેલી અમુલ્ય સલાહ મુજબ ડેન્ગ્યુના દર્દીએ દિવસ દરમ્યાન ખુબ જ પ્રવાહી લેવું જોઇએ.

Read About Weather here

મોસંબીનો રસ અને લીંબુ પાણીનું સતત સેવન ચાલુ રાખવું જોઇએ. પપૈયાના પાનને વાટીને તેના રસની બે-ત્રણ ચમચી રોજ પી લેવાથી ડેન્ગ્યુ ઝડપથી મટે છે અને સાથેસાથે લોહીમાં પ્લેટેલેટ કાઉન્ટ પણ ઝડપભેર વધી જાય છે અને દર્દીને રાહત મળવા લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here