રાજકોટમાં વોર્ડ નંબર-4 માં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

રાજકોટમાં વોર્ડ નંબર-4 માં ગેરકાયદે બાંધકામો દુર કરાયા
રાજકોટમાં વોર્ડ નંબર-4 માં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

ટાઉન પ્લાનિંગ શાખાની ટીમની ઇસ્ટ ઝોન કચેરી વિસ્તારોમાં કામગીરી

રાજકોટના મ્યુ.કમિશનર અમિત અરોરાના આદેશ અનુસાર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ દ્વારા ઇસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દુર કરવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.ટીપી ઇસ્ટ ઝોન શાખાની ટીમ દ્વારા વોર્ડ નં-4 માં ભગવતીપરા મેઈન રોડ પર વિનોદ હંસરાજ મુંગરાએ માર્જીનમાં કરેલ 8 દુકાનોના ગેરકાયદે બાંધકામને પૂરેપૂરું દુર કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

એજ વિસ્તારમાં સુખસાગર હોલ પાસે લક્ષ્મીધર નફીસા અબ્દેલઅલીના માર્જીનમાં કરાયેલા 4 દુકાનોના ગેરકાયદેસર બાંધકામને દુર કરાયું હતું.એ જ પ્રકારે ભગવતીપરા વંદે માતરમ પાર્કના કોર્નર પર મોર્ડન સ્કૂલ પાસે હાજીભાઈ મોહસીન મેમણ દ્વારા માર્જીનમાં કરાયેલ 9 દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ સંપૂર્ણ દુર કરાયું હતું. એ જ વિસ્તારમાં અયોધ્યા પાર્ક મેઈન રોડ પર રહેમતઅલી સિદ્દીકીએ મંજૂર પ્લાનથી વિરૂધ્ધ માર્જીનમાં કરેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવ્યું હતું.ડીમોલીશન કાર્યવાહીમાં ટીપી શાખા ઇસ્ટ ઝોનનો સ્ટાફ, રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઈમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here